‘કુમ કુમ ભાગ્ય’ના દર્શકો માટે ખુશખબરી: આજથી એક કલાકનો એપિસોડ

July 5, 2017 at 7:02 pm


ઝી ટીવીના પ્રાઈમટાઈમ શો ‘કુમ કુમ ભાગ્ય’ના દર્શકો માટે એક ખુશખબરી છે. સીરિયલના મુખ્ય પાત્ર પ્રજ્ઞા અને અભિની જોરદાર કેમેસ્ટ્રીને પગલે અત્યંત લોકપ્રિય થઈ ચૂકેલો આ શો હવે 5થી 11 જૂલાઈ સુધી રોજ 1 કલાક સુધી પ્રસારિત થશે. આજથી ‘કુમ કુમ ભાગ્ય’નું પ્રસારણ રોજ રાત્રે 9થી 10 વાગ્યા સુધી થશે.

તાજેતરમાં જ દર્શકોએ જોયું કે તેમની પસંદગીની જોડી અભિ અને પ્રજ્ઞાએ લગ્ન કરી લીધા છે અને લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ અભિની યાદશક્તિ પાછી આવી છે. તે પ્રજ્ઞાને પોતાની પત્નીના પમાં જોઈઅને અત્યંત ખુશ છે પરંતુ તેની આ ખુશી ક્યાં સુધી ટકી રહેશે ? આ શોના નિમર્તિાઓએ હવે આ સીરિયલમાં એક નવો વળાંક લાવવાનો નિર્ણય લીધો છે જેનાથી દર્શકોનો રોમાંચ બેવડાઈ જશે.
આ શોમાં મુખ્ય પાત્ર ભજવી રહેલી શ્રૃતિ ઝા કહે છે કે દર્શકોને હવે એક સપ્તાહ સુધી અમારો શો રોજ 1 કલાક સુધી જોવા મળશે. આને લઈને અમારા ઉપર પણ થોડું દબાણ છે કેમ કે અમારે અડધા કલાકના નોર્મલ એપિસોડની શૂટિંગમાં લાગતાં સમય કરતાં વધુ સમય આપવો પડે છે પરંતુ એક વાત નક્કી છે કે દર્શકોને આ શોથી બહ મજા આવશે.

શોની આગામી વાતર્મિાં પ્રજ્ઞાને ખબર પડે છે કે રઘુવીર જ તેના પિતા છે. પ્રજ્ઞાને આ જોઈને બહ જ આશ્ર્ચર્ય થાય છે કે તેના પિતા જીવતાં છે પરંતુ તે એ વાતથી અજાણ છે કે તેની માએ આટલા વર્ષો સુધી તેનાથી આ વાત કેમ છુપાવી ? હવે પ્રજ્ઞાને અચાનક તેના પિતા મળી ગયા છે તો તે શું કરશે ? શું તે રઘુવીર અને સરલાને ફરી એક વખત નજીક લાવવાની કોશિશ કરશે ? આ બધું જોવા માટે આજથી 11 જૂલાઈ સુધી રોજ રાત્રે 9થી 10 વાગ્યે દર્શકોએ ટી.વી.સામે ગોઠવાવું પડશે.

print

Comments

comments

VOTING POLL