કુવાડવા રોડ પરથી દારૂ ભરેલી કાર ઝડપાઈ: નામચીન બુટલેગર ફરાર

April 16, 2018 at 3:33 pm


શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસ કમિશનરના અભિયાન દરમિયાન ક્રાઈમ બ્રાંચે પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ સ્વીફ કારનો ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક કાર રેઢી મુકી નાસી જતાં પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ૨૨૮ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર મુકી નાસી જનાર ચુનારાવાડના નામચીન બુટલેગરની શોધખોળ કરી હતી. તાજેતરમાં જ બુટલેગરે કાળીપાટ ગામની સીમમાંથી ૯૬૬ બોટલ સાથે પકડાયો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયા, પીઆઈ એચ.એમ.ગઢવીની સુચનાથી પીએસઆઈ મહાવીરસિંહ જાડેજા, પ્રતાપસિંહ, યોગેન્દ્રસિંહ, હરદેવસિંહ, કૃપાલસિંહ, મયુરભાઈ સહિતના સ્ટાફે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ સ્વીફ કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાડી મુકતા ફિલ્મી ઢબે પીછો કર્યેા હતો. દરમિયાન કાર ચાલક કુવાડવા રોડથી નવાગામ તરફ જતા રસ્તા પર કાર મુકી નાસી જતાં ક્રાઈમ બ્રાંચે કારની તલાશી લેતાં તેમાંથી ૬૮,૪૦૦ની કિંમતની ૨૨૮ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર, દારૂ મળી કુલ ૨.૬૮ લાખની મત્તા કબજે કરી તપાસ કરતા કાર ચાલક ચુનારાવાડમાં રહેતો સંજય ઓધવજી સનુરા હોવાનું અને તાજેતરમાં જ કાળીપાટ ગામેથી ૯૬૬ બોટલ સાથે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ જાડેજાએ જ ઝડપી લીધો હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી નામચીન બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

print

Comments

comments

VOTING POLL