કૃષ્ણની પ્રત્યેક લીલા માનવ સમાજને સંદેશો આપે છે: વ્રજરાજકુમાર

March 20, 2017 at 5:51 pm


બાનલેબ્સના મૌલેશભાઈ અને ડો.નટુભાઈ ઉકાણી પરિવાર દ્વારા રાજકોટમાં કાલાવડ રોડ પર વાજડી-2 સામેના ઈશ્ર્વરીયા ગામે તેમના વિશાળ નાળીયેરીઓથી શોભતા ફાર્મમાં તા.15થી21 માર્ચ-2017 દરમ્યાન શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથાનું યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 વ્રજરાજકુમારજી મહોદયના આચાયર્સિને સૌપ્રથમવાર નોખા, અનોખા, અલૌકિક સત્સંગનું આયોજન થયું છે. દરરોજ પાંચ હજાર ઉપરાંત ધન્યતા અનુભવી રહ્યા છે.
શનિવારે કથાયાત્રાના ચતુર્થદિને કથા પ્રારંભ પૂર્વે સમગ્ર ઉકાણી પરિવાર, ડો.ડાહ્યાભાઈની ત્રણ પરિણીત દીકરી અને જમાઈઓ ઉષાબેન, ડો.ર્કિતીભાઈ પટેલ, શિલતબેન, લલીતભાઈ વાછાણી, માધુરીબેન, કિર્તીભાઈ વાછાણી તથા ત્રણે દિકરીઓના બાલગોપાલ વિવેક, રાધીકા, શિવ, શ્ર્વેતા, અમીરસ, અંશ, મોહીત, કૃપાલી, નક્ષ, રાજ, દેવાંશી વગેરે પરિવારોના સમૂહે આચાર્ય પીઠે ભાગવતવંદના કરીને પૂ.જેજેશ્રીને માલ્યાર્પણ કરીને આશીવર્દિ મેળવ્યા હતાં. તેઓની સાથે સમૂહ આરતીમાં મુંબઈથી પધારેલા હરીશભાઈ સંઘવી, મીનાબેન સંઘવી તથા પધારેલા વિવિધ ક્ષેત્રના મહેમાન મહાનુભાવો જોડાયા હત). સર્વેને પૂ.જેજેશ્રીએ ખેસ પહેરાવી આશિવર્દિ આપ્યા હતાં.

આચાર્યપીઠેથી શ્રીમદ વલ્લભાચાર્યજીના અદ્ભુત અને અવિનાશી ગ્રંથ સુબોધીનીને કેન્દ્રમાં રાખીને કૃષ્ણની બાલલીલાઓનું દર્શન કરાવતા જેજેશ્રીએ કહ્યું કે બાલ લીલાઓના શ્રવણથી શ્રોતાઓમાં ભાવ પ્રગટ થાય છે. કૃષ્ણની આ લીલાઓ નિજભકતોના ઉધાર માટે હતી બાલ કૃષ્ણની એક લીલાનું અર્થઘટન કરતા શ્રીમદ વલ્લભાચાર્ય કહે છે કે માતા જશોદાને ફરિયાદ થઈ કે કૃષ્ણએ માટી ખાધી છે. કૃષ્ણએ ઈન્કાર કર્યો પણ ખરેખર બાલકૃષ્ણએ માટી ખાતી હતી અને ખાધી ન હતી !!. ભુતળ પર જેને કૃષ્ણનો સંગ સાંપડયો ન હોતો. એવા બાલસખાને વ્રજની રજ ખવડાવવા કૃષ્ણ માટી ખાધી હતી. વાસ્તવમાં તેમણે માટી નહોતી ખાધી બાલ સખાઓએ માટી ખાધી હતી.

શનિવારે સાંસ્કૃતિક કાર્ય(મોમાં દ્વારીકાધીશના જીવન આધારીત રાસલીલા, નૃત્યની કલા પ્રસ્તુત મેઘા સંપટ દ્વારા થઈ હતી. શ્રોતા દર્શકોને અપેક્ષાથી અધીક આનંદ પ્રાપ્ત થયો હતો. દ્વારીકાધીશના ભક્તિભાવ સાથે રજૂ થયેલ આ કાર્યક્રમને લોકોએ મોડી રાત સુધી માણ્યો હતો.
ગઈકાલ રવિવારે કથાયાત્રાના પાંચમા દિવસે કથા ઉપક્રમમાં ગોવર્ધન લીલાનું આધ્યાત્મીક મહાત્મા અને ગિરિરાજજીની પરિક્રમા દરમ્યાન આવતા દિવ્ય સ્થાનોની વ્રજરાજકુમાર મહોદયને દિવ્ય ઓળખ આપી હતી. ગોવર્ધન લીલા માનવીને ઘણુ બધુ શીખવે છે પહેલો સિધ્ધાંત શિખવયોછે કે હે મનુષ્ય ! તુ અનન્યતાથી મા સેવન કર અને ભજન કર, તારા યોગક્ષોમની ચિંતા હં કરીશ. ગોવર્ધન લીલામાં ભગવાને બીજો સિધ્ધાંત શીખવ્યો કે હે મનુષ્ય, તુ બધુ છોડીને મારી પાસે આવી જા. આમ ભગવાને શરણાગતિ શીખવી છે.

આચાર્ય પીઠે આરતીમાં ડો.ડાહ્યાભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી અને ડો.નટુભાઈ ઉધાણીનો સમગ્ર પરિવાર, કણર્ટિકના રાજ્યપાલ, વજુભાઈ વાળા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, ઉપમુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, જમ્મી કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષ કરવિંદર ગુપ્તા, કેન્દ્રીય નાણામંત્રી સંતોષકુમાર ગંગવાર, કેન્દ્રીય કૃષી મંત્રી પરસોતમભાઈ પાલા, કેન્દ્રીય માર્ગ અને વાહન વ્‌યવહાર મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત ઈન્કમટેકસના ડાયરેકટર જનરલ પીસી મોદી, ધર્મબંધુ, ગુજરાતના વિવિધ ખાતાઓના મંત્રીઓ ચિમનભાઈ શાપરીયા, જયેશભાઈ રાદડીયા, જેન્તીભાઈ કવાડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉંઝા ઉમીયાધામ પ્રમુખ નારણભાઈ પટેલ, સીદસર ઉમીટા મંદિરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ગાંઠીલા ઉમાધારના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ, વિશ્ર્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવીણભાઈ કોટક, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, માંધાતાસિંહ, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી વગેરે જોડાયા હતાં. આપ્તી પશ્ર્ચાતના ડો.ડાહ્યાભાઈ પટેલ સંકલીત શ્રીમદ ભાગવત ગ્રંથનું વિમોચન થાય એ પહેલા મૌલેશભાઈ ઉકાણીના દિકરી રાધાએ ગ્રંથનું વિમોચન સમારંભમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સુંદર શબ્દોમાં અને આકર્ષક અભિવાદન સ્વાગત કર્યું હતું. તથા તેના દાદા વતી ગ્રંથનો પરિચય આપ્યો હતો. ડો.ડાહ્યાભાઈના પૌત્રો લવ અને જયે પણ પ્રાસંગીક વકતવ્યો આપ્યા હતાં.

મુખ્યમંત્રી વિજયભાઈ પાણી તથા ઉપમુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના હસ્તે શ્રીમદ ભાગવતમ ગ્રંથના પાંચ ભાગનું વિમોચન થયુ ત્યારે રાજકોટના પ્રિન્ટ મિડિયા અને ઈલેકટ્રોનીકસ મિડીયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વિમોચન વિધિ બાદ નિતીનભાઈ પટેલ, વિજયભાઈ પાણી અને કણર્ટિકના ગર્વનર વજુભાઈ વાળાએ સુખદ પ્રતિભાવો આપ્યા હતાં. વજુભાઈએ કણર્ટિકની પ્રજાવતી અભિનંદન આપ્યા હતાં. વિજય પાણીએ કહ્યું કે ડો.ડાહ્યાભાઈ માત્ર રાજકોટનું જ નહીં ગુજરાતનું ગૌરવ છે. તેઓ તેમના શેષ જીવનમાં સેવાકાર્યો કરે છે. હં તેમની ગુજરાત સરકાર તરફથી ખુબ ખુબ અભિનંદન આપુ છું. કાર્યક્રમના સમાપ્ન પૂર્વે સર્વે મહેમાન મહાનુભાવોને મૌલેશભાઈ, ડો.નટુભાઈ ઉકાણી પરિવાર તરફથી ખાસ નવતર બુકે અને શિલ્ડ તસવીર અર્પણ કરીને સન્માન કરાયું હતું.

print

Comments

comments

VOTING POLL