કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ બનાવવા અંતે દરખાસ્ત

October 12, 2017 at 3:58 pm


રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે તા.13ને શુક્રવારે બપોરે 12 કલાકે ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ બનાવવા માટેનો ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવવા ક્ધસલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવા દરખાસ્ત કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે બહચર્ચિત કિસાનપરા બ્રિજ પ્રોજેક્ટની ચૂંટણી પૂર્વે કંઈક જાહેરાત થશે અથવા આ પ્રોજેક્ટનું કામ આગળ વધશે તેવી તમામ આશાઓ પર પાણીઢોળ થઈ ગયો છે અને કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં ઓવરબ્રિજની નીચે અન્ડરબ્રિજનો પ્રોજેક્ટ બનાવવા માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવાની કાર્યવાહી શ થઈ ગઈ છે. અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના મતભેદમાં કિસાનપરા બ્રિજનો પ્રોજેક્ટ અટવાઈ ગયો છે અને અમુક જાણકાર વર્તુળો એવું પણ માની રહ્યા છે કે હવે કિસાનપરા બ્રિજ પ્રોજેક્ટને કાયમી ધોરણે પડતો મુકી દેવામાં આવ્યો છે.
ચેરમેન પુષ્કર પટેલે ઉમેર્યું હતું કે કાલાવડ રોડ અને 150 ફૂટ રિંગરોડને જોડતાં કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ બનાવવાના કામે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા મ્યુનિસિપલ કમિશનર તરફથી દરખાસ્ત મોકલવામાં આવી છે જેમાં ડેલ્ફ ક્ધસલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રા.લી.ને કામ આપવા જણાવાયું છે. ટેન્ડર પ્રક્રિયામાં આ એજન્સી દ્વારા પ્રોજેક્ટ કોસ્ટના 1.80 ટકા ફીની માગણી સાથેની ઓફર કરાઈ હતી. જ્યારે વાટાઘાટના અંતે ભાવ ઘટાડી 1.35 ટકા ફી માટે એજન્સી સહમત થઈ હતી અને આ રકમમાં તમામ ટેક્સ પણ સમાવિષ્ટ થઈ જાય છે. આ દરખાસ્ત અંગે કાલે મળનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. કેકેવી ચોકમાં અન્ડરબ્રિજનો પ્રોજેક્ટ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ સમાવિષ્ટ કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
દરમિયાન ચચર્તિી વિગતો અનુસાર અમુક ઈજનેરી વર્તુળોના જણાવ્યા અનુસાર ઓવરબ્રિજની નીચે અન્ડરબ્રિજ બનાવવો ઈજનેરી દૃષ્ટિએ યોગ્ય નથી અને જો આ પ્રકારે બ્રિજ બનાવાય તો ઓવરબ્રિજ નીચે થનારું ખોદકામ ઓવરબ્રિજને હાનિકતર્િ થઈ શકે તેવી સંભાવના નકારી શકાતી નથી. આ ઉપરાંત કેકેવી ચોકમાં ઓવરબ્રિજ નીચે અન્ડરબ્રિજ બનાવવો શક્ય બનશે કે કેમ તે માટે જરી જમીન પરિક્ષણ પણ હજુ સુધી કરાયું નથી.
અત્રે એ બાબત પણ ખાસ ઉલ્લેખનીય છે કે જો કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ બનાવવામાં આવે તો તેની લંબાઈ વોકહાર્ટ હોસ્પિટલથી પરિમલ સ્કૂલ સુધીની રહે તેવો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે અને આ બ્રિજ બનાવવાના કામે કેકેવી ચોકની ચતુર્દિશામાં આવતી ઈમારતો જેમાં સેન્ટમેરી સ્કૂલ, જી.ટી.શેઠ ગર્લ્સ સ્કૂલ, કામદગીરી કોમ્પલેક્સ અને કેકેવી હોલ સહિતના સંકુલોમાં કપાત મુકવી પડે તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 24 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર છે જે અંગેની વિગતો આપતાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે આ 24 દરખાસ્તોમાં (1) ધી બીપીએમસી એક્ટની કલમ-73 (ડી) હેઠળ કમિશનરે કરેલ કરારો તથા ફાયર બ્રિગેડની સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ ધ્યાન પર લેવા (2) જુદી જુદી વોર્ડ કમિટીના ઠરાવો ધ્યાન પર લેવા (3) સિનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાના ભરતી નિયમો નક્કી કરવા (4) હેડ ક્લાર્ક સંવર્ગની જગ્યાના ભરતી નિયમો નક્કી કરવા (5) કાલાવડ રોડ, 150 ફૂટ રિંગરોડ ચોકમાં અન્ડરબ્રિજ બનાવવાના કામે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવા (6) વર્ષ 2017-18, 2018-19 તથા 2019-20 એમ કુલ ત્રણ વર્ષ માટે શહેરના પૂર્વ તથા પશ્ર્ચિમ ઝોન વિસ્તારમાં પાણીની પાઈપલાઈન સુવિધા વિહોણા વિસ્તારોમાં ટેન્કર-ટ્રેક્ટર દ્વારા પાણી વિતરણ કરવા (7) વોર્ડ નં.3માં રેલનગર, પોપટપરા વિસ્તારમાં બાકી રહેતાં ભાગમાં ડીઆઈ પાઈપલાઈન નાખવા (8) કે.એસ.ડિઝલ લિ. પાસેના મોર્ડનાઈઝડ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનથી હક લોડર વાહનો દ્વારા નાકરાવાડી સાઈટ ખાતે કચરો પહોંચાડત્તાની કામગીરી તથા રિફ્યુજ ગાર્બેઝ ટ્રાન્સફર સ્ટેશનને લગત તમામ કામગીરી સહિત વાહનોના તથા મશીનરીના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની કામગીરીનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવા (9) રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેના મોર્ડનાઈઝડ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનથી હક લોડર વાહનો દ્વારા નાકરાવાડી સાઈટ ખાતે કચરો પહોંચાડવાની કામગીરી તથા રિફ્યુઝ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનને લગત તમામ કામગીરી સહિત વાહનોના તથા મશીનરીના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની કામગીરીનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવા (10) જેએનએનયુઆરએમ ડીપીઆર-3 અંતર્ગત રાજકોટ શહેરમાં 100 લીટર ક્ષમતાના ટવીન ગાર્બેજ બીન (લીટરબીન-લીલી તથા વાદળી કલરની) ફ્રેમ સાથે સપ્લાય તથા ઈન્સ્ટોલેશન કરવાનો વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ આપવા (11) રૈયારોડ પર આવેલ ગુરુ ગોવિંદસિંહજી શોપિંગ સેન્ટરની દુકાનો જાહેર હરાજીથી વેચાણથી આપી દસ્તાવેજ કરી આપવા (12) વોટર વર્કસ હેડ વર્કસ વિભાગ હેઠળ આવતાં ભાદર, ન્યારી-1,2 તથા આજી ઝોનના હેડવર્કસને આનુસાંગિક પાઈપલાઈન રિપેરિંગ તથા સિવિલ કામનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓને જીએસટીનો વધારો આપવા (13) મહાપાલિકાની જુદી જુદી શાખાઓ માટે ટોનર કાર્ટીઝ રિફિલિંગ-રિકંડીશન કરવાના કામે દ્વિવાર્ષિક કરાર કરવા (14) ‘હેકાથોન-2017’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કંપ્નીઓના આમંત્રિત પ્રતિનિધિઓના હોટેલ રોકાણનો ખર્ચ મંજૂર કરવા (15) નાનામવા સર્કલ ખાતે આવેલ મલ્ટી એક્ટિવીટી સેન્ટરમાં બનાવેલ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 160 કેવીએ ડી.જી. સેટના એસઆઈટીસી કરવા (16) નાકરાવાડી ઘન કચરા નિકાલ સાઈટ ખાતે શહેરમાંથી આવતાં કચરાનું લેવલિંગ કાઉલર ડોઝર મશીન-1 દ્વારા કરાવવાના કામે ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવા (17) નાકરાવાડી ગામ ખાતે આવેલ રાજકોટ મહાપાલિકાની લેન્ડફીલ સાઈટ પર કચરાની હેરફેર માટે એસ્કેવેટર (પોકલેન ટાઈપ) મશીન નંગ 2 બે વર્ષ માટે ભાડેથી રાખવાનો કોન્ટ્રાક્ટ આપવા (18) વોર્ડ નં.5 (નવો 4)માં જૂના જકાતનાકા પાસે આરોગ્ય કેન્દ્ર સામે રાજકોટ ટીપી-12 (રાજકોટ), એફ.પી.105માં કોમ્યુનિટી હોલ બનાવવા (19) રાજકોટ મહાપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરો-એજન્સીઓને જીએસટી સંબંધિત વધારો આપવા અને (20) રાજકોટ મહાપાલિકા અને ગેસ્ફોર્ડ ચેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાઈ ગયેલ ‘ઓપ્ન ફિડે રેટિંગ ચેસ ટૂનર્મિેન્ટ) માટે થયેલ ખર્ચ મંજૂર કરવા સહિતની દરખાસ્તોનો સમાવેશ કરાયો છે.

print

Comments

comments

VOTING POLL