કેજરીવાલને માફિયા સાથે સરખાવતાં કપિલ મિશ્રા

May 19, 2017 at 2:12 pm


આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ કેજરીવાલને ફરી એક વખત આડેહાથ લેતાં માફિયા સાથે સરખામણી કરી છે. કપિલ મિશ્રાએ કહ્યું કે કેજરીવાલનો સંબંધ હવાલા કારોબાર સાથે છે અને તેઓ બહ મોટા માફિયા છે. ટૂંક સમયમાં કેજરીવાલનો વિદેશ ભાગવાનો વારો આવશે. કપિલે જણાવ્યું કે તેનો કોલર મારા હાથમાં જ છે.

એક પત્રકાર પરિષદ દરમિયાન કેજરીવાલ પર આરોપ લગાવતાં કહ્યું કે હવાલા મારફતે આમ આદમી પાર્ટીને 2 કરોડ જેવું ફંડ મળ્યું હતું જેનો કોઈ હિસાબ-કિતાબ નથી. આ ઉપરાંત હેમપ્રકાશને બચાવવા કેજરીવાલ ધમપછાડા કરી રહ્યા છે. આ એ જ હેમપ્રકાશ છે જે રોહિત ટંડનની કંપ્નીનો ડાયરેક્ટર છે જ્યાં ઈનકમટેક્સ વિભાગે દરોડા પાડયા હતાં. જો કે આ પ્રકરણમાં મુકેશકુમારને બલિનો બકરો બનાવાઈ રહ્યો છે જેથી કરીને હેમપ્રકાશને બચાવી શકાય. હેમપ્રકાશ અને કેજરી વચ્ચે ગાઢ સંબંધો છે અને તેના મારફત જ પાર્ટીને ફંડ મળી રહ્યું છે.

કપિલે વધુમાં જણાવ્યું કે મારા પર હમલો થઈ શકે છે પરંતુ હં તેનાથી ડરવાનો નથી અને તેને ખુલ્લા પાડવા માટે તમામ પ્રયત્નો કરીશ. આપ નેતાઓના વિદેશ પ્રવાસો છુપાવાઈ રહ્યા છે અને આ નેતાઓ જનતાના પૈસે વિદેશમાં પ્રવાસ કરી આવ્યા છે અને આ પ્રવાસથી શું હાંસલ થયું તે બતાવવાની તસ્દી પણ લેતાં નથી.

print

Comments

comments

VOTING POLL