કેજરીવાલ બાદ હવે અખિલેશ આંટીમાં: ૨૦ કરોડના વિતરણ માટે ૧૫ કરોડનો ખર્ચ કર્યેા હતો !

May 19, 2017 at 10:36 am


યુપીમાં યોગી આદિત્યનાથની નેતૃત્વવાળી ભાજપની સરકાર હવે જૂના જૂના કૌભાંડો અને સોદાઓની તપાસ કરી રહી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સામે જોરદાર કેમ્પેઈન ચાલ્યા બાદ હવે યુપીમાં અખિલેશ યાદવ નિશાન પર છે અને કેગના અહેવાલમાં એવો ધડાકો કરવામાં આવ્યો છે કે અખિલેશની સરકારે ૨૦૧૨થી ૨૦૧૩ સુધીમાં રૂા.૨૦ કરોડના ચેકનું વિતરણ કરવા માટે રૂા.૧૫ કરોડનો તો ખર્ચ કરી નાખ્યો હતો તો આ બધું કેવી રીતે થયું અને ૧૫ કરોડનો ખર્ચ કેવી રીતે થયો, કોણે કયાં પૈસા વાપર્યા ? તેની તપાસ શરૂ થઈ છે.
અખિલેશ સરકારની બેરોજગાર એલાઉન્સ યોજનાની જોરદાર ચર્ચા રહી હતી અને તેના લાભાર્થીઓને રૂા.૨૦ કરોડ જેટલા ચેક વિતરીત કરવામાં આવ્યા હતા અને આ કામ માટે ૧૫ કરોડનો ખર્ચ કેવી રીતે થયો તેવો સવાલ કેગે કર્યેા છે. યુપી વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ મુકાયા બાદ અખિલેશ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. અખિલેશની સરકારે ૧૫ કરોડનો ખર્ચ કયાં અને કેવી રીતે કર્યેા છે તેની રજેરજની માહિતી એકત્ર કરવામાં આવશે. બેરોજગારોને એલાઉન્સ આપવાની અખિલેશની યોજના હતી અને તે યુવા વર્ગમાં ઘણી લોકપ્રિય હતી અને અખિલેશની સરકારે બેરોજગાર યુવાનોને ચેક આપ્યા પણ હતા પરંતુ કેગના અહેવાલ મુજબ તેમાં ભયંકર રીતે નાણાકીય ગોટાળા અને ગેરવહીવટ કરવામાં આવ્યો છે. યુપીના રાજકારણમાં આગામી દિવસોમાં આ મુદ્દા પર જોરદાર સંઘર્ષ થઈ શકે છે. અખિલેશ યાદવે પણ સરકારનો વિરોધ શરૂ કરી દીધો છે અને તેઓ પણ સામી ફંક મારવાની તૈયારી કરી રહ્યા છે

print

Comments

comments

VOTING POLL