કેજરીવાલ હવાલા કારોબારમાં સામેલ : કપિલ મિશ્રાનો દાવો

May 19, 2017 at 8:21 pm


દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન અને આમ આદમી પાર્ટીમાંથી દુર કરવામાં આવેલા નેતા કપિલ મિશ્રાએ આજે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મોટા પ્રહાર કર્યા હતા. પત્રકાર પરિષદ યોજીને કપિલ મિશ્રાએ કેજરીવાલ પર હવાલા કારોબારમાં સામેલ હોવાનાે આક્ષેપ કયોૅ હતાે. સાથે સાથે તેમના રાજીનામાની માંગ પણ કરી હતી. કપિલે આમ આદમી પાટીૅના ડોનેશનને લઈને પાેતાના અગાઉના આરોપાેના જવાબમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાટીૅના સભ્યો દ્વારા શેર કરવામાં આવેલા મુકેશ કુમાર નામની વ્યક્તિના વીડીયો ઉપર ખોટા નિવેદન કર્યા છે.

તેઆેએ હેમપ્રકાશ શમાૅ નામની વ્યક્તિનાે ઉલ્લેખ કર્યા હતાે અને કહ્યું હતું કે તેને બચાવવા માટે કેજરીવાલ અને આમ આદમી પાટીૅએ મુકેશ કુમારને આગળ કરી દીધા હતા. કપિલે પાટીૅને ડોનેશન આપનાર કંપનીઆેના લેટરહેડને લઈને આક્ષેપ કરતા કહ્યું હતું કે આ ઘરમાં બેસીને બનાવવામાં આવેલા લેટરહેડ છે. તેમણે કહ્યું હતું કે ડોનેશન સાથે જોડાયેલા સન વિઝન કંપનીના લેટરહેડ ઉપર કરવામાં આવેલા હસ્તાક્ષર મુકેશ કુમારના નથી. કપિલે આશંકા વ્યક્ત કરી હતી કે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાટીૅ અને તેમના સભ્યો પર મુકવામાં આવેલા આક્ષેપાેને કારણે તેમની હત્યા થઈ શકે છે. કપિલના કહેવા મુજબ કેજરીવાલે કહ્યું હતું કે તેમને પાટીૅમાં ડોનેશન ક્યાંથી આવ્યું છે તેની માહતી નથી. કપિલે કહ્યું હતું કે કેજરીવાલ હવે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણકારી આપે કે બે કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા હતા. ડોનેશનની તારીખને લઈને દાવો કરતા કહ્યું હતું કે એમસીડી ચૂંટણીના એક દિવસ પહેલા રકમ આપવામાં આવી હતી જે સમયે મુકેશ કુમારે પાટીૅને ડોનેશનની રકમ આપી હતી તે વખતે તેઆે કંપનીમાં ન હતા. કપિલે આક્ષેપ કયોૅ હતાે કે કેજરીવાલે મુકેશકુમારના દાવાને લઈને મૂળભૂત ચકાસણી કરાવી નથી.

print

Comments

comments

VOTING POLL