કેદારનાથના મહાપ્રલય બાદ ફરી 7 નરકંકાલ મળ્યા

May 19, 2017 at 10:39 am


કેદાર ઘાટીમાં મહાભયાનક કુદરતી આફતના ચાર વર્ષ બાદ પણ નરકંકાલ મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે. કેદારનાથ ધામમાં આવેલ મહાઆપત્તિમાં 1 લાખથી વધુ ભાવિકોનો ભોગ લેવાયો હતો. ગઈકાલે ભૈરવ મંદિરની પાછળના ભાગમાં સાત જેટલા નરકંકાલ મળી આવ્યા હતા. આ બધાના ડીએનએ નમુના લેવાયા બાદ એમના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.
પોલીસે એવી માહિતી આપી છે કે સામાન્ય સર્ચ અભિયાન ચાલુ જ રાખવામાં આવ્યું છે. કેદારઘાટીમાં અત્યાર સુધીમાં 700થી વધુ નરકંકાલ મળ્યા છે. 2013ના જૂન માસમાં કેદારનાથમાં મહાપ્રલય થયો હતો અને 1 લાખથી વધુ લોકો માયર્િ ગયા હતા. મોટાભાગના તો કાટમાળ હેઠળ જ દબાઈ ગયા હતાં. એ સમયે કેદારનાથ યાત્રા તેના ચરમ પર હતી. હજુ સેંકડોની સંખ્યામાં લોકો લાપત્તા છે. ડેડબોડીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 700થી વધુ નરકંકાલ મળ્યા છે.

print

Comments

comments

VOTING POLL