કેદી ભાગે તો ‘જાપ્તા’ની નોકરી ફાળવણી કરનાર પણ આરોપી ગણાશેઃ ડીજીપીનો પરિપત્ર

August 23, 2018 at 2:43 pm


હવે, કોર્ટમાં કે બહારગામ લઈ જતી વખતે જાપ્તા પાર્ટી’માંથી કોઈ કેદી કે આરોપી ભાગે તો જાપ્તા’ની નોકરીની ફાળવણી કરનાર પણ આરોપી ગણી શકાશે. એકના એક પોલીસ કર્મચારીને જાપ્તા પાર્ટીની નોકરી આપવાનું કાવતરું ચાલતું હોવાની ભીતિ વ્યક્ત કરી જાપ્તા પાર્ટી’ની વ્યવસ્થામાં ડીજીપી શિવાનંદ ઝાએ મહત્વના સુધારા વ્યક્ત કરતા સુચનોનો પરિપત્ર જારી કર્યો છે. ડીજીપીએ પ્રિઝન વાનમાં કેદી અને પોલીસ વચ્ચે જાળી ફીટ કરાવવા અને વધુ પ્રિઝનવાન, જાપ્તા પોલીસકર્મી ફાળવવા ઉપર પણ ભાર મુક્યો છે.

ડીજીપીએ જારી કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, કેદી અને કેદી પાર્ટીની સંખ્યા મળીને છ અથવા છથી વધારે થાય ત્યારે પોલીસ વાહન મોકલવું. કેદીઆેની સંખ્યા વધે તો મોટું વાહન વાપરવું. ડીઝલની બચત કરવા બહારગામના કેદી માટે લાઈટ વાહન અને સ્થાનિક કેદી માટે મોટું વાહન વાપરવું. એ જ રીતે મોટાભાગના પ્રિઝન વાહનમાં કેદીઆે અને કેદી પાર્ટીના માણસો વચ્ચે પાર્ટીશન હોતું નથી. લાઈટ વાનમાં આ વ્યવસ્થા ગોઠવવી.

મહત્વનું એ સૂચન પણ કરાયું છે કે, જાપ્તામાં પોલીસના માણસ રાયફલ અને ચામડાના બૂટમાં હોય છે. કેદી ભાગે તો તેને પકડવાના પ્રયાસ વધુ સફળ રહે તે માટે કેદી પાર્ટીના પોલીસને જંગલ બુટ અથવા પીટી શૂઝ આપવા. નાર્કોટિક્સ, ડ્રગ ટ્રાફિકીગના ગુનેગારો અને વારંવાર ગુના આચરતા કેદીની પાર્ટીમાં અલગ-અલગ પોલીસના માણસો ફાળવવા. કોર્ટ બિલ્ડીગમાં લોકઅપ ગાર્ડ હોય છે પણ તેનો ઉપયોગ કોર્ટ તરફથી બીજા હેતુ માટે કરવામાં આવે છે. આ કારણે કેદીઆેને બિલ્ડીગ બહાર કે ખુલ્લામાં આખો દિવસ રહેવું પડે છે અને નાસી જવાની તક મળે છે. આ પÙતિથી કેદી પાર્ટીના વધુ વાહનની જરુર પડે છે. લોકઅપ ગાર્ડ ઉપલબ્ધ કરાવાય તો એક જ પ્રિઝનવાન બે-ત્રણ ટ્રીપ કરી વધુ કેદીને લાવી, લઈ જઈ શકે છે. આથી, કોર્ટમાં લોકઅપ રુમ ઉપલબ્ધ કરાવવા.

હિંસક બની શકે કે નાસી જવા પ્રયાસ કરે તેવા કેદીને વ્યાજબીપણાની લેખિત નાેંધ કોર્ટમાં આપી હાથકડી કે દોરડા સાથે લઈ જવા હીતાવહ છે. જે શહેર, જિલ્લામાં વિડિયો કોન્ફરન્સીગ સુવિધા હોય ત્યાં કેદીઆેનું પ્રાેડક્શન આ નવી પÙતિથી જ કરવું. નિયમ મુજબ બે કેદી માટે ત્રણ અને 3 કેદી માટે ત્રણ પોલીસ માણસો મોકલવાના હોય છે. પણ, કેદી પાર્ટીના માણસોની ઘટ અને કેદીઆે આેછી વયના હોવાથી નાસી જવાના કિસ્સા વધે છે. ખાસ કરીને બહારગામ જતી વખતે આ સંભાવના ટાળવા સ્કેલ કરતા વધુ માણસ મુકવા સુચન છે.

print

Comments

comments

VOTING POLL