કેદી ભાગે તો ‘જાપ્તા’ની નોકરી ફાળવણી કરનાર પણ આરોપી ગણાશે: ડીજીપીનો પરિપત્ર

August 22, 2018 at 12:01 pm


હવે, કોર્ટમાં કે બહારગામ લઈ જતી વખતે જાપ્તા પાર્ટી’માંથી કોઈ કેદી કે આરોપી ભાગે તો જાપ્તા’ની નોકરીની ફાળવણી કરનાર પણ આરોપી ગણી શકાશે. એકના એક પોલીસ કર્મચારીને જાપ્તા પાર્ટીની નોકરી આપવાનું કાવતરૂં ચાલતું હોવાની ભીતિ વ્યક્ત કરી જાપ્તા પાર્ટી’ની વ્યવસ્થામાં ડીજીપી શિવાનંદ ઝાએ મહત્વના સુધારા વ્યક્ત કરતા સુચનોનો પરિપત્ર જારી કર્યો છે. ડીજીપીએ પ્રિઝન વાનમાં કેદી અને પોલીસ વચ્ચે જાળી ફીટ કરાવવા અને વધુ પ્રિઝનવાન, જાપ્તા પોલીસકર્મી ફાળવવા ઉપર પણ ભાર મુક્યો છે.
ડીજીપીએ જારી કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, કેદી અને કેદી પાર્ટીની સંખ્યા મળીને છ અથવા છથી વધારે થાય ત્યારે પોલીસ વાહન મોકલવું. કેદીઓની સંખ્યા વધે તો મોટું વાહન વાપરવું. ડીઝલની બચત કરવા બહારગામના કેદી માટે લાઈટ વાહન અને સ્થાનિક કેદી માટે મોટું વાહન વાપરવું. એ જ રીતે મોટાભાગના પ્રિઝન વાહનમાં કેદીઓ અને કેદી પાર્ટીના માણસો વચ્ચે પાર્ટીશન હોતું નથી. લાઈટ વાનમાં આ વ્યવસ્થા ગોઠવવી.
મહત્વનું એ સૂચન પણ કરાયું છે કે, જાપ્તામાં પોલીસના માણસ રાયફલ અને ચામડાના બૂટમાં હોય છે. કેદી ભાગે તો તેને પકડવાના પ્રયાસ વધુ સફળ રહે તે માટે કેદી પાર્ટીના પોલીસને જંગલ બુટ અથવા પીટી શૂઝ આપવા. નાર્કોટિક્સ, ડ્રગ ટ્રાફિકીંગના ગુનેગારો અને વારંવાર ગુના આચરતા કેદીની પાર્ટીમાં અલગ-અલગ પોલીસના માણસો ફાળવવા.
કોર્ટ બિલ્ડીંગમાં લોકઅપ ગાર્ડ હોય છે પણ તેનો ઉપયોગ કોર્ટ તરફથી બીજા હેતુ માટે કરવામાં આવે છે. આ કારણે કેદીઓને બિલ્ડીંગ બહાર કે ખુલ્લામાં આખો દિવસ રહેવું પડે છે અને નાસી જવાની તક મળે છે..
આ પદ્ધતિથી કેદી પાર્ટીના વધુ વાહનની જરૂર પડે છે. લોકઅપ ગાર્ડ ઉપલબ્ધ કરાવાય તો એક જ પ્રિઝનવાન બે-ત્રણ ટ્રીપ કરી વધુ કેદીને લાવી, લઈ જઈ શકે છે. આથી, કોર્ટમાં લોકઅપ રૂમ ઉપલબ્ધ કરાવવા.
હિંસક બની શકે કે નાસી જવા પ્રયાસ કરે તેવા કેદીને વ્યાજબીપણાની લેખિત નોંધ કોર્ટમાં આપી હાથકડી કે દોરડા સાથે લઈ જવા હીતાવહ છે.
જે શહેર, જિલ્લામાં વિડિયો કોન્ફરન્સીંગ સુવિધા હોય ત્યાં કેદીઓનું પ્રોડક્શન આ નવી પદ્ધતિથી જ કરવું..
નિયમ મુજબ બે કેદી માટે ત્રણ અને 3 કેદી માટે ત્રણ પોલીસ માણસો મોકલવાના હોય છે. પણ, કેદી પાર્ટીના માણસોની ઘટ અને કેદીઓ ઓછી વયના હોવાથી નાસી જવાના કિસ્સા વધે છે. ખાસ કરીને બહારગામ જતી વખતે આ સંભાવના ટાળવા સ્કેલ કરતા વધુ માણસ મુકવા સુચન છે.

print

Comments

comments

VOTING POLL