કેન્દ્રિય મંત્રી અનુપ્રિયા સામે કેસને પરત લેવા માટે તૈયારી

January 12, 2019 at 8:11 pm


કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અનુપ્રિયા પટેલ પર વારાણસીમાં દાખલ કરવામાં આવેલા કેસને પરત લેવા માટે પ્રદેશ સરકારે વારાણસીમાં જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રિપાેર્ટની માંગ કરી છે. અનુપ્રિયા પટેલ સહિત 17 લોકોની સામે જિલ્લાના જનસા પાેલીસ સ્ટેશનમાં કેટલીક જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અનુપ્રિયા હાલમાં મિરજાપુર જિલ્લામાંથી સાંસદ તરીકે છે અને કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી તરીકે છે. અનુપ્રિયા અને તેમના સમર્થકો પર દાખલ કરવામાં આવેલો આ કેસ 2013નાે છે. અનુપ્રિયા પટેેલે પાેતાના સમર્થકોન સાથે ત્રીજી ડિસેમ્બર 2013ના દિવસે ખેવલી ગામમાં ચકમાગૅના મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. આ ગાળા દરમિયાન પાેલીસ સાથે ઝપાઝપી થઈ હતી. આને લઈને 17 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપ ગઠબંધનમાં સામેલ રહેલા અપનાદલની લીડર અનુપ્રિયા પટેલે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ તરત જ રાજકીય કેસને પરત લેવા માટે હિલચાલ શરૂ કરી હતી. હવે વહીવટીતંત્રએ આના માટે વારાણસીના જિલ્લા વહીવટીતંત્રને પત્ર મોકલીને રિપાેર્ટની માંગ કરી છે. એસએસપીના રિપાેર્ટ અને જુદા જુદા સંબંધિત વિભાગાેના અભિપ્રાય મળી ગયા બાદ કેસ પરત લેવાના સંદર્ભમાં કોઈ નિર્ણય કરવામાં આવી શકે છે. અનુપ્રિયા પટેલ અને ભાજપ વચ્ચેના સંબંધો હાલમાં સારા ચાલી રહ્યાા નથી. આવી સ્થિતિમાં યોગી સરકાર આગામી દિવસાેમાં કઈ રીતે આગળ વધે છે તે બાબત ખૂબ મહત્વપૂર્ણ રહેશે. યોગી સરકાર અનુપ્રિયા પટેલના સંદર્ભમાં હળવુ વલણ અપનાવવા માટે ઈચ્છુક છે.

print

Comments

comments

VOTING POLL