કેન્દ્રીય કમીૅઆે આનંદો : ડીએમાં બે ટકાના વધારાને મળેલી બહાલી

August 29, 2018 at 8:22 pm


કેન્દ્રીય કેબિનેટે આજે કેન્દ્ર સરકારના કર્મચારીઆે માટે માેંઘવારી ભથ્થા (ડીએ) અને માેંઘવારી રાહત (ડીઆર)માં વધારાના બે ટકાના વધારાને લીલીઝંડી આપી હતી. આ વધારો પહેલી જુલાઈ 2018થી અમલી ગણવામાં આવશે જેના પરિણામ સ્વરુપે 1.1 કરોડ કર્મચારીઆે અને પેન્શનરોને તીવ્ર માેંઘવારી વચ્ચે સીધો લાભ થશે. તહેવારની શરૂઆત થઇ ચુકી છે ત્યારે આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઆેમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે યોજાઈ હતી જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઆેને માેંઘવારી ભથ્થામાં વધારાના ઇન્સ્ટોલમેન્ટ જારી કરવાને મંજુરી આપવામાં આવી હતી. માેંઘવારી ભથ્થામાં બે ટકાનાે વધારો મંજુર કરવામાં આવ્યો છે. મૂળભૂત પગાર અને પેન્શનના પ્રવતૅમાન સાત ટકાના રેટ ઉપર બે ટકાનાે વધારો કરવામાં આવ્યો છે. સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, સ્વીકાર કરવામાં આવેલી ફોમ્ર્યુલાના આધાર પર આ વધારો કરવામાં આવ્યો છે. સાતમાં પગાર પંચની ભલામણના આધાર પર આને મંજુરી આપવામાં આવી છે. માેંઘવારી ભથ્થામાં બે ટકાના વધારાને મંજુરી આપવામાં આવ્યા બાદ કર્મચારીઆેને સીધો ફાયદો થશે. કેન્દ્ર સરકારના 48.41 લાખ કર્મચારીઆે અને 62.03 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. ડીએ અને ડીઆર બંનેમાં કરવામાં આવેલા ફેરફારના આધાર પર પ્રતિવાર્ષિક નાણાંકીય વર્ષ 2018-19માં 6112.20 કરોડ અને 4074.80 કરોડનાે બાેજ પડશે. તહેવારની શરૂાત થઇ રહી છે ત્યારે આ વધારો ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસથી ડીએમાં વધારાને લઇને ચર્ચા ચાલી રહી હતી. આજે આખરે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગેના નિર્ણયને લીલીઝંડી આપવામાં આવી હતી. કેન્દ્રીય કર્મચારી દ્વારા પાેતપાેતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ અંગે ખુશીનું મોજુ કર્મચારીઆેમાં ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 7મી માર્ચના દિવસે અગાઉ કેન્દ્ર સરકારે તેના માટે કામ કરનાર લાખો કર્મચારીઆેને મોટી ભેટ આપી દીધી હતી. લાખો કર્મચારીઆેને આજે મોટી રાહત આપીને સરકારે માેંઘવારી ભથ્થા અથવા તાે ડીએમાં બે ટકાનાે વધારો કરી દીધો હતાે. આનાથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઆે અને પેન્શનરોને ફાયદો થયો હતાે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ અંગેનાે નિર્ણય લેવામાં આવ્યો હતાે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યાા હતા. આ નિર્ણયથી 50 લાખ કર્મચારીઆે અને 60 લાખ પેન્શનરોને સીધો ફાયદો થયો હતાે. હવે આવતીકાલે યોજાનાર બેઠકમાં લેવામાં આવનાર નિર્ણયથી પણ આ તમામ કર્મચારીઆેને સીધો ફાયદો થશે. કેન્દ્રિય બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરનાર છે. જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઆેના ડીએમાં વધારાને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેબિનેટના વરિષ્ઠ પ્રધાનાે ઉપસ્થિત રહ્યાા હતા. મોદીની ઉપસ્થિતિમાં આ અંગેનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે. લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યાાે નથી ત્યારે એક પછી એક મોટા નિર્ણય લેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. આ નિર્ણયની અસર પણ ચોક્કસપણે દેખાય તેવી શક્યતા છે. માેંઘવારીના આધાર પર આવા નિર્ણય લેવાય છે.

print

Comments

comments

VOTING POLL