કેન્સર સામે ઝઝૂમી રહેલી સોનાલી બેન્દ્રએ તેનો નવો લૂક શેર કર્યો

July 11, 2018 at 11:27 am


બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રએ થોડા દિવસો પહેલા કેન્સરની પોસ્ટ શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જેને કારણે તેના કરોડો ફેન્સને આંચકો લાગ્યો હતો. ત્યારે કેન્સર સામે ઝઝૂમી રહેલી સોનાલી હાલ ન્યૂયોર્કમાં સારવાર લઈ રહી છે. હાલમાં જ તેણે પોતાના નવા લૂકની તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં સોનાલી હેર કટ કરતી નજરે આવી રહી છે. તસવીરમાં તેની સાથે સોનાલીનો પતિ તેમજ ડિરેક્ટર ગોલ્ડી બહલ પણ જોવા મળી રહ્યો છે.
આ પોસ્ટમાં સોનાલીએ પોતાના માટે પ્રાર્થના કરી રહેલા નજીકના લોકોને અભિનંદન આપ્યા છે. સોનાલીએ લખ્યું કે, કેન્સરની બીમારી સામે લડી રહેલા લોકોએ પોતાના અનુભવો શેર કયર્.િ સૌની કહાનીઓ મને કેન્સર સામે લડવા માટે મોટિવેટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત અઢવાડિયે મંગળવારના રોજ સોનાલી બેન્દ્રેએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેને કેન્સર થયું છે. સોનાલી બેન્દ્રેએ કહ્યું કે, જ્યારે જ્યારે તમારી જિંદગી પાસેથી અપેક્ષાઓ ઓછી થઈ જાય છે ત્યારે ત્યારે જિંદગી તમારી સામે કર્વબોલ નાખતી હોય છે.
તાજેતરમાં જ મને હાઈગ્રેડ કેન્સરનું નિદાન થયું છે છે જેના વિશે મને કંઈ પણ ખ્યાલ નથી. ગાંઠ મોટી નથી પણ કેન્સર શરીરનાં અન્ય બીજા ભાગોમાં પણ પ્રસર્યું છે. કેટલાક કષ્ટદાયક પરીક્ષણો બાદ જે નિદાન થયું તે ખરેખર અણધાર્યું હતું. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે, અને લોકો ભલે કંઈ પણ કહે પણ તેઓ મને ખૂબ જ સાથ-સહકાર આપી રહ્યાં છે. હું ખુબ જ નસીબદાર છું અને તે દરેક વ્યક્તિનો આભાર માનું છું.

print

Comments

comments

VOTING POLL