કેપિટલ ગેઇન પર ટેકસ લગાડાતા રોકાણકારો થયા નિરાશ: યાસીન ડેડ

February 2, 2018 at 11:59 am


નાણામંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલ બજેટને રોકાણ કરતાં રોકાણકારો માટે બજેટ નિરાશાજનક હોવાનું શેરબજારના નિષ્ણાત યાસીન ડેડાએ જણાવ્યું હતું.

નાણામંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલ બજેટ પર શેરબજારના જાણીતા નિષ્ણાત યાસીન ડેડાએ બજેટની પ્રતિક્રિયા આપતા જણાવેલ કે સંસદમાં જે બજેટ રજૂ થયું તેમાં શેરબજારમાં રોકાણ કરતાં રોકાણકારો માટે અસંતોષકારક રહ્યું. નાણામંત્રી દ્રારા લોંગટર્મ કેપિટલ ગેઈમ ટેકસ ૧૦૦ ટકા કરવામાં આવ્યો તે પહેલાં ઝીરો ટકા હતો.

શોર્ટ ટર્મ કેપિટલ ગેઈમ ટેકસ એલટીસીજી ૧૫ ટકા પહેલાથી જ છે અને નવો ૧૦ ટકા આવતાં માત્ર પાંચ ટકા અંતર રહ્યો છે જે નહીંવત છે આથી રોકાણકર ઉપર સરકાર દ્રારા વધારાનું આંતરિક એલટીજીટી ૧૦ ટકા લગાવીને ભારતીય રોકાણકારોને નિરાશ કર્યું છે. વિશ્ર્વમાં શેર માર્કેટમાં સૌથી વધારે અને જુદા જુદા ટેકસ ભારતમાં જ છે જેવા કે એસટીટી, એસટીસીજી, ડીડીટેકસ, જીએસટી અને એલટીસીજી આના કારણે ટૂંકાગાળામાં એટલે કે હાલમાં શેરબજારમાં રોકાણમાં ઘટાડો જોવા મળશે. આ વર્ષે શેરબજારમાં આવા સંજોગોમાં પાંચ ટકાથી વધારે વળતર આપી શકે એવું લાગતું નથી.

યારે લાંબાગાળે રોકાણ માટે શેરબજાર સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી એટલે રોકાણ ૧૦ ટકા વધશે. ટેકસ પણ રોકારકાર ચૂકવશે હાલના સમયમાં શેરબજાર માટે નાણામંત્રી અરૂણ જેટલીની બજેટ નકારાત્મક સાબીત થશે તેમ બજાર નામાંકિત કેર કન્સલ્ટન્સીવાળા યાસીન ડેડાએ પ્રતિક્રિયા આપી હતી

print

Comments

comments

VOTING POLL