કેરળમાં ધોધમાર વરસાદથી 25નાં મોત : કેટલાક લાપત્તા

August 9, 2018 at 7:44 pm


કેરળના જુદા જુદા વિસ્તારોમાં આજે સવારથી ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાના જુદા જુદા બનાવોમાં 25થી વધુ લોકોના મોત થઇ ગયા છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. સુત્રોએ કહ્યું છે કે, ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં 10 લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે. વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યક્તિ લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. કાટમાળ હેઠળથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડâા હતા. આજે સવારે 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના લીધે પાણીની સપાટી 169.95 મીટર સુધી પહાેંચી ગઈ હતી. ઇડુક્કી બંધમાં આજે આઠ વાગે પાણીની સપાટી 2398 ફૂટ હતી જે જળાશયના પૂર્ણ સ્તર કરતા 50 ફૂટ વધારે છે. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આમીૅ, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગવામાં આવી છે. એનડીઆરએફની ત્રણ ટીમો પહેલાથી જ પહાેંચી ચુકી છે. બે ટીમો હવે પહાેંચનાર છે. છ ટીમોને કોલ કરવામાં આવ્યા છે. નહેરુ ટ્રાેફી બાેટ સ્પર્ધાને રદ કરવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઆેએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને માઠી અસર થઇ છે.વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહાેંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઆેમાં શૈક્ષણિક સંસ્થાઆેમાં રજા જાહેર કરવામાં આવી છે. એનાૅકુલમના પથાલમ સ્થિત નિચાણવાળા વિસ્તારોમાં મકાનાેમાં પાણી ઘુસી ગયા છે. મોટરબાેટની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. બીજી બાજુ કોચીન આંતરરા»ટ્રીય વિમાની મથકે પણ સેવાને અસર થઇ છે.પેરિયાર નદીમાં પાણીની સપાટીને ધ્યાનમાં લઇને વિમાની મથકના ક્ષેત્રમાં સેવા રોકી દેવામાં આવી છે. અહીં વિમાનાેનું ઉતરાણ રોકી દેવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL