કેરળમાં સદીનો સૌથી મોટો જળપ્રલયઃ 350ના મોત

August 18, 2018 at 10:42 am


વરસાદે કેરળમાં ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદને પરિણામે આવેલા પૂરે અત્યાર સુધીમાં 350 જિંદગીનો ભોગ લીધો છે. કેરળમાં આંકી ન શકાય તેટલી માત્રામાં લોકોની માલમિલકતને નુકસાન પહાેંચ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાછલાં 90 વર્ષના ઈતિહાસમાં કેરળે ચોમાસાનું આટલું રૌદ્ર રુપ પહેલી વાર જોયું છે. સતત વરસી રહેલા વરસાદ અને ભારે પૂરના કારણે આજે વડાપ્રધાને હવાઈ નિરિક્ષણનો કાર્યક્રમ રદ કરવો પડયો હતો અને તેમનુ ચોપર પાછું ફર્યું હતું.

પાછલા એક સપ્તાહમાં 439 રાહત છાવણીઆેમાં 53000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, જયારે ચોમાસા દરમિયાન 1790 રાહત છાવણીમાં 1,43,220 લોકોએ આશ્રય મેળવ્યો છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આેથોરિટીના અહેવાલ મુજબ 29 મેથી 19 જુલાઈ સુધીમાં ભારે વરસાદથી 130 લોકોના મોત થયા છે, જયારે તેમાં માત્ર આૅગસ્ટ મહિનામાં જ થયેલા મોત ઉમેરવાથી આંકડો 217ને પાર કરી જાય છે.

સરકારના જણાવ્યા મુજબ કેરળમાં રુ. 8316 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. 14માંથી 10 જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભારે વરસાદને પરિણામે કેરળના 27 બંધના દરવાજા ખોલી નાખવા પડયા છે. માત્ર ચાર દિવસમાં 37 લોકોના મૃત્યુ થયા છે. 211 જેટલી ભૂસ્ખલનની ઘટના નાેંધવામાં આવી છે.

ગાડગિલ કમિટી (જેને વેસ્ટર્ન ઘાટ્સ ઈકોલોજિકલ એક્સપર્ટ પેનલ પણ કહેવામાં આવે છે)ના અધ્યક્ષ માધવ ગાડગિલના જણાવ્યા પ્રમાણે કમિટી દ્વારા વેસ્ટર્ન ઘાટ વિસ્તારોને ભારે વરસાદથી બચાવવા અંગે ભલામણ કરવામાં આવી હતી. પેનલ દ્વારા ભલામણ અંતર્ગત ખાસ સૂચનો કરવામાં આવ્યા હતાં. જે મુજબ વેસ્ટર્ન ઘાટના 140000 કિ.મી. વિસ્તારને પર્યાવરણની દૃિષ્ટએ સંરક્ષણ વ્યૂહરચના માટે ત્રણ ભાગમાં વહેંચવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં કમિટીએ માઇનીગ તથા કવોરિ»ગ પર પ્રતિબંધ મૂકવા પણ ભલામણ કરી હતી, હાઈરાઈઝ કન્સ્ટ્રકશન પર પણ પ્રતિબંધ મૂકવા કમિટીએ સરકારને જણાવ્યું હતું.

જોકે 2011માં ગાડગિલ કમિટીએ રજૂ કરેલો અહેવાલ કેરળ સરકાર દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.

માધવ ગાડગિલે જણાવ્યા મુજબ કમિટીની ભલામણોને ફગાવી દેવાની નીતિ કેરળની તબાહી માટે જવાબદાર છે. તેમણે કેરળમાંની પૂર અને લેન્ડ સ્લાઇડની દુર્ઘટનાને માનવસર્જિત આફત ગણાવી હતી.

અન્ય પર્યાવરણશાસ્ત્રીઆેએ પણ કેરળની તબાહી પાછળ વધુ પડતું જમીનનું ખેડાણ, ટુરિઝમને પ્રાેત્સાહન આપવા સર્જેલા હાઇરાઈઝડ બિિલ્ડંગ તથા જંગલોની ગેરકાયદે થતી કાપણીને જવાબદાર પરિબળ ગણાવ્યા હતાં.

મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા

કેરળના ચિંતાજનક હાલાત જોતા ત્યાંના મુખ્યમંત્રી પી વિજયને પોતાના ટિંટર એકાઉન્ટ પર લખ્યું છે કે કેરળ છેલ્લા 100 વર્ષમાં સૌથી ભીષણ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. 80 ડેમ ખોલી નાખવામાં આવ્યાં છે. 324 લોકોના મોત થયા છે, 2,23,139 લોકોને 1500થી વધુ રાહત શિબિરોમાં પહાેંચાડવામાં આવ્યાં છે. તેમણે લોકોને પૂરગ્રસ્તોની મદદ આવવા માટે પણ અપીલ કરી છે.

વિનાશક ચોમાસા વચ્ચે શનિ-રવિમાં ભારે વરસાદની આગાહી

કેરળમાં વિનાશક મોન્સુન વચ્ચે શનિ-રવિમાં ભારે વરસાદની આગાહી પ્રાદેશિક હવામાન કચેરી દ્વારા કરવામાં આવી છે. આઉપરાંત કણાર્ટક અને તમિળનાડુમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સ ઉપરાંત લશ્કરી દળના કર્મીઆેે ઈમારતોના છાપરા, ભેખડ ધસી પડતાં રસ્તા પરના કાળમાળમાં સપડાઈ ગયેલા લોકોને ઉગારીને બચાવવાની કામગીરી આદરી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અટવાઈ ગયેલા વૃદ્ધાે, બાળકો અને મહિલાઆે સહિત સેંકડોને બોટ અને હેલિકોપ્ટર સેવા દ્વારા બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ટીવી ચેનલો પર મહિલાઆે અને શ્રમિકોને દોરડાની મદદથી નૌકા દળના હેલિકોપ્ટરમાંથી સલામત સ્થળે ઉતારતાં હૃદય દ્રાવક દૃશ્યો પ્રસારિત કરવામાં આવ્યા હતા.

એક ગર્ભવતી મહિલાને પીડા ઊપડતાં તેને નૌકાદળની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને નવજાતની તબિયત સારી છે.

આૅસ્ટ્રેલિયા, અમેરિકા અને યુકેના બિનનિવાસી ભારતીયોે છેલ્લા બે દિવસથી અલ્વુઆમાં સપડાયેલા તેમના સંબંધીઆેને બચાવી લેવા ટીવી ચેનલો પર વારંવાર મદદ માગી રહેલા જણાયા હતા. વોટ્સ ઍપ વીડિયો િક્લપમાં છ વર્ષના બાળક સાથે પૂરમાં સપડાયેલી માતા ખોરાક અને પાણીની મદદ માગી રહેલી જણાઈ હતી.

અનાર્કુલમ જિલ્લાની ઘણી ખાનગી હોસ્પિટલોના અધિકારીઆેએ જણાવ્યું હતું કે આૅક્સિજનના પુરવઠાની તંગી પડતાં દદ}આેને નજીકની સગવડ ધરાવતી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલોમાં પાણી ભરાતાં દદ}આેને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. પૂર રાહત છાવણીઆેમાં રાખવામાં આવેલા લોકોએ ખોરાક અને પીવાના પાણીની અછત હોવાની ફરિયાદ કરી હતી.

print

Comments

comments

VOTING POLL