કેશ ભૂલી જાઓ: વીંટીથી કરો પેમેન્ટ

January 7, 2017 at 8:10 pm


કેશલેસની દૌડમાં રોજ રોજ નવા અધ્યાય જોડાતા રહે છે. સામાન્ય રીતે એક બીજાની આંગળીમાં વીંટી પહેરાવવી, એ પતિ અને પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક હોય છે. પરંતુ આ વીંટી હવેના સમયમાં એટલી હાઈટેક થઈ જશે કે તમે તેનાથી કેશલેસ પેમેન્ટ પણ કરી શકશો.

લાસ વેગાસમાં હાલમાં કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઈએસ) ચાલી રહ્યો છે જેમાં આ વીંટીને પ્રદર્શિત કરવામાં આવી છે. ‘ટૈપી’ નામની કંપનીએ વિકસાવેલી આ વીંટી પહેરીને કોઈ પણ સ્ટોરમાં પેમેન્ટ કરી શકાશે. પેમેન્ટ મશીન પાસે ગ્રાહકે પોતાનો હાથ લઈ જવાનો રહેશે અને ઝડપથી પેમેન્ટ થઈ જશે.

આવનાર છ મહિનામાં આ રિંગનું વેચાણ શરૂ થઈ જશે. ટૈપી પહેલા પોતાની આ ટેકનિક જ્વેલરી કંપનીઓને આપશે અને પછી તે કંપનીઓ તેને રિંગના સ્વરૂપમાં બનાવીને આપશે. આ રિંગ સિરામિકની હશે અને તેમાં રહેલી ધાતુ વાયરલેસ પેમેન્ટ કરવામાં મદદ કરશે.

print

Comments

comments

VOTING POLL