કોંગ્રેસને મોટો આંચકો: નારાયણ રાણેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

September 21, 2017 at 6:03 pm


મહારાષ્ટ્રમાં કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ રાણેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. નારાયણ રાણેએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. રાણે ભવિષ્યમાં રાજનીતિ સાથે જોડાયેલાં પોતાની યોજના અંગેની જાહેરાત કરી શકે છે.

નારાયણ રાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને નારાયણ રાણેએ પોતાનું રાજીનામું મોકલ્યું છે. નારાયણ રાણે રાજીનામું આપ્યાં બાદ ભાજપમાં જોડાવવાના છે તેવી અટકળ વહેતી થઈ છે. પરંતુ ભાજપ સાથે કોઈ વાત ન બનતાં તેઓ અલગ પાર્ટી બનાવી શકે છે. એક એવી પણ અટકળ છે કે તેઓ કોઈ અન્ય પાર્ટી સાથે હાથ નહીં મિલાવે. રાણે શિવસેનામાં જોડાશે તેવી પણ કોઈ શક્યતા નથી કારણ કે શિવસેના સાથે તેમનો જૂનો વિવાદ રહેલો છે.

print

Comments

comments

VOTING POLL