કોંગ્રેસ કી પાઠશાલા: ધારાસભ્યોને દિગ્ગજ નેતાઓ તા.૮થી ૧૦ પરર્ફેામન્સના પાઠ ભણાવશે

February 2, 2018 at 12:34 pm


વિધાનસભા-2017ના પરિણામોએ કાેંગ્રેસમાં પ્રાણ સંચાર કર્યો છે. આગામી વિધાનસભાનું બજેટ સત્ર તા.19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. 28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્ર દરમિયાન વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘેરવા માટે કાેંગ્રેસ પોતાના ધારાસભ્યોને વિશેષ તાલિમ વર્ગ યોજી રહ્યું છે. તા.8, 9 અને 10 ફેબ્રુઆરી યોજાનાર આ તાલિમ વર્ગમાં પ્રજાના પ્રશ્નોને લઈને ગૃહની અંદર અને ગૃહની બહાર મોરચો ખુલશે. પરિણામે આ વખતનું વિધાનસભાનું બજેટ સત્ર અત્યંત તોફાની પુરવાર થાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આ તાલિમ શિબિરમાં કાેંગ્રેસના દિગ્ગજ નેતાઆે ધારાસભ્યોને પરર્ફોમન્સના પાઠ ભણાવશે. આ તાલિમ દરમિયાન ધારાસભ્યોને તેમના વિસ્તારના પ્રશ્નો ઉપરાંત કયા વિભાગના પ્રશ્નો અંગે વિશેષ સમજણ અને રસ છે તે પ્રમાણે ત્રણ ધારાસભ્યો વચ્ચે એક મિનીસ્ટ્રીને વહેંચવામાં આવશે.

પ્રથમ વખત કાેંગ્રેસ દ્વારા સેડો મિનિસ્ટ્રી બનાવવામાં આવી રહી છે. જેની જાહેરાત દિલ્હીથી કરવામાં આવનાર છે. આ સેડો મિનીસ્ટ્રી લોકશાહીના નિયમ વિરૂધ્ધ છે કે નહી તેની કાયદાકીય તપાસ અને અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.

આ અભ્યાસના તારણોને આધારે આવતા દિવસોમાં સેડો મિનિસ્ટ્રીની રચના કરવામાં આવશે. આ વખતની વિધાનસભામાં કાેંગ્રેસના ધારાસભ્યો ગૃહની અંદર અને ગૃહની બહાર પણ મોરચો ખોલશે અત્યંત લડાયક મૂડ સાતે આ વખતે વિધાનસભા ગૃહ મળશે તેવા સ્પષ્ટ અેંધાણ મળી રહ્યા છે.

તેના ભાગરૂપે ત્રણ દિવસની તાલિમ શિબિર યોજવામાં આવી રહી છે જેમાં ત્રણ દિવસ સતત તાલિમ, માર્ગદર્શન આપવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL