કોંગ્રેસ ક્યાં જાય છે ?: મહાપાલિકામાં નહેને પુષ્પાંજલિના કાર્યક્રમમાં વિપક્ષના 34માંથી 31 કોર્પોરેટર ગેરહાજર !

November 14, 2017 at 5:25 pm


રાજકોટ મહાનગરપાલિકાની ઢેબર રોડ પર આવેલી સેન્ટ્રલ ઝોન કચેરીમાં મુકાયેલી દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેની પ્રતિમાને આજે તેમની જન્મજયંતીએ પુષ્પાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અત્યંત આશ્ર્ચર્યજનક કહી શકાય તે રીતે કોંગ્રેસના કુલ 34 કોર્પોરેટરમાંથી 31 કોર્પોરેટર ગેરહાજર રહેતાં આ બાબત મહાપાલિકાના વર્તુળોમાં ભારે ચચર્નિો વિષય બની હતી. ખાસ કરીને રાજકોટ-68, 69, 70 અને 71 ગ્રામ્ય સહિતની બેઠકો પર ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ઉમેદવારી માટે દાવેદારી કરનાર દાવેદારો પણ ઉપસ્થિત રહ્યા ન હતા.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર જવાહરલાલ નહેની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા, વિપક્ષી ઉપ્નેતા મનસુખભાઈ કાલરિયા અને કોંગી કોર્પોરેટર હાનભાઈ ડાકોરા સહિતના ફક્ત ત્રણ જ કોર્પોરેટર હાજર રહ્યા હતા. અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપવામાં ઘોર બેદરકારી દાખવી હતી તેવું સામે આવ્યું હતું. ખાસ કરીને જૂથવાદથી પીડાતી કોંગ્રેસમાં આજે જૂથવાદે ફરી ફુંફાડા માયર્િ હતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો હાજર રહ્યા ન હતા પરંતુ સંગઠનના હોદેદારોએ પણ હાજરી નહીં આપતાં કોંગ્રેસમાં ચાલતાં જૂથવાદના લબકારા સપાટી પર આવી ગયા હતા.
આજે જવાહરલાલ નહેને પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપરોક્ત ત્રણ કોર્પોરેટર ઉપરાંત મહાપાલિકાના વિપક્ષ કાયર્લિય મંત્રી વીરલભાઈ ભટ્ટ, પ્રભાતભાઈ ડાંગર, કનકસિંહ જાડેજા, ભાવેશ પટેલ સહિતના આગેવાનો તેમજ સેવાદળના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL