કોંગ્રેસ દ્વારા 9 ફેબ્રુ.થી ત્રી-દિવસીય તાલીમ શિબીરનું આયોજન

February 5, 2018 at 11:25 am


કોંગ્રેસે હવે પોતાનાં ધારાસભ્યો અને નેતાઓને વધુ સક્ષમ બનાવવા માટે આગામી દિવસોમાં તાલીમ શિબીરનું આયોજન કર્યું છે. મળતી માહિતી પ્રમાણે, આગામી 9 ફેબ્રુઆરીથી ત્રી-દિવસીય એક તાલીમ શિબીરનું કોંગ્રેસ દ્વારા કપડવંજની એક ખાનગી રિસોર્ટમાં આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અને અહેમદ પટેલ સહિતનાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આ ત્રી-દિવસીય શિબીર દરમિયાન કોંગ્રેસ સેડો મિનીસ્ટ્રીની રચના કરશે. જેમાં તમામ ધારાસભ્યોને તેમની આવડત પ્રમાણે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL