કોંગ્રેસ પાર્ટી વર્તમાન તમામ ધારાસભ્યોને ટિકિટ આપશે

November 14, 2017 at 11:48 am


કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઉમેદવારીની પસંદગીને લઇને અંતિમ કવાયતમાં છે. જા કે કોંગ્રેસે પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે વર્તમાન તમામ ધારાસભ્યોને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં જા પાર્ટી આ બાબત ઉપર મક્કમ રહેશે તો ૪૩ સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીએ પહેલાથી જ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. બાકીના ઉમેદવારની પસંદગીની કવાયત ચાલી રહી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવાની વાત કરી હતી. અહેમદ પટેલની રાજ્યસભા ચૂંટણી લઇને કેટલીક રણનીતિ બનાવવામાં આવી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્યો પૈકી પણ કેટલાક ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી શકે છે પરંતુ ભાજપ જુની ફોર્મ્યુલા મુજબ આગળ વધવાની દિશામાં વધવા ઇચ્છુક છે. હાલમાં ઉમેદવારોની યાદી ઉપર નજર છે.

print

Comments

comments

VOTING POLL