કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે પ્રદેશ સમિતિના હોદ્દેદારો અને જિલ્લા-તાલુકા પ્રમુખો સાથે બેઠક

January 11, 2019 at 11:39 am


કાેંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દિલ્હીથી પરત ફર્યા બાદ આજે સવારે કાેંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે જુદી જુદી બેઠકોનો ધમધમાટ શરુ થયો હતો. કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કેવી રહી તે અંગે પ્રદેશ પ્રમુખના નજીકના વતુર્ળો કોઈ ફોડ પાડી રહ્યા નથી ત્યારે આજે પ્રદેશ સમિતિની બેઠકમાં અમિત ચાવડાનું વલણ કેવું હશે અને તેમને રાહુલ ગાંધીએ સંગઠન ચલાવવા વધુ છૂટો દોર આપ્યો છે કે કેમ તે ચિત્ર પણ સ્પષ્ટ થઇ જશે.
જોકે અમિત ચાવડા ના અધ્યક્ષ સ્થાને શરુ થયેલી આ બેઠક મા માત્ર લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન તથા રણનીતિ ને લગતી જ ચર્ચા થશે અને સ્થાનિક સ્તરે આગેવાનોને કેટલીક મહત્વની જવાબદારીઆે સોપાશે તેમ કાેંગ્રેસના વતુર્ળો જણાવી રહ્યા છે.
બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ જિલ્લા તાલુકા પ્રમુખોની બેઠકમાં જે તે વિસ્તારોની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને લોકસભાની ચૂંટણીમાં કાેંગ્રેસની સ્થિતિ કેવી રહેશે તેની પણ ચર્ચા થશે તથા આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ રણનીતિ તૈયાર કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.

print

Comments

comments

VOTING POLL