કોઇ મિલ ગયા… વૈજ્ઞાનિકોને પરગ્રહવાસીઆેનો સંદેશો મળ્યોં

January 11, 2019 at 11:08 am


વિજ્ઞાનીઆેએ રીપિટ થતાં ફાસ્ટ રેડિયો બસ્ર્ટ (અજાÎયા મૂળની ભારે ઊજાર્ ધરાવતી અવકાશી કામગીરીના અવાજ) શોધ્યા હોવાનો દાવો કર્યો હતો. અગાઉ ક્યારેય તે રેકોર્ડ નહોતા કરાયા. આ શોધને લીધે પરગ્રહવાસીઆેના મનાતા રહસ્યમય સંકેતોનું મૂળ નક્કી કરવામાં મદદ મળશે.
અમુક વિજ્ઞાનીઆે માને છે કે અબજો પ્રકાશવર્ષ દૂર ચાલતી શિક્તશાળી અવકાશી કામગીરીમાંથી ફાસ્ટ રેડિયો બસ્ર્ટના અવાજ આવતા હોવાની શક્યતા છે.
આમ છતાં, આ સંકેતોનાં સ્રાેત આપણી આકાશગંગાની બહાર હોવાનું મનાય છે અને તે સમજવા પણ મુશ્કેલ છે.
હાર્વર્ડના વિજ્ઞાનીઆેએ 2017માં એવી ધારણા કરી હતી કે ફાસ્ટ રેડિયો બસ્ર્ટ ગ્રહના કદના ટ્રાન્સમિટર્સમાંથી આવતા હોઇ શકે છે. આ સંકેતનો કુદરતી સ્રાેત જાણી શકાયો નહી હોવાથી તે કોઇ કૃત્રિમ કે પરગ્રહવાસીઆેના હોવાની શક્યતા નકારી ન શકાય.
કેનેડાની મેકગિલ યુનિવસિર્ટીના અરુણ નાયડુ ફાસ્ટ રેડિયો બસ્ર્ટ શોધનારી ટીમના સભ્ય છે. તેમણે જણાવ્યું હતું કે આ રેડિયો તરંગોનાં સ્રાેત જાણી નથી શકાયા, પરંતુ તે કેટલી બધી રેન્જની ફિક્વન્સી ધરાવે છે એ જાણવું રસપ્રદ છે.
કેનેડાના 2017માં શરુ કરાયેલા રેડિયો ટેલિસ્કોપ કેનેડિયન હાઇડ્રાેજન ઇન્ટેિન્સટી મેપિંગ ઍક્સપરિમેન્ટને મળેલા સંકેતના પરિણામની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઇ રહી છે.
ગયા વર્ષના ઉનાળા દરમિયાન માત્ર ત્રણ અઠવાડિયાંના ગાળામાં જ કુલ 13 અવકાશી વિસ્ફોટ સંભળાયા હતા અને તેમાં રિપિટ થતાં ફાસ્ટ રેડિયો બસ્ર્ટનો સમાવેશ થાય છે.

print

Comments

comments

VOTING POLL