કોઈ પણ મામલામાં 100થી 200 સરકારી સાક્ષીઓની શું જરૂર ?

April 16, 2018 at 10:59 am


સુપ્રીમ કોર્ટે વર્ષ 2008ના ગુજરાત પર થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓની સુનાવણી દરમિયાન આશ્ર્ચર્યચકિત થતાં પૂછયું કે તપાસ એજન્સીઓ હંમેશા સંખ્યાબળ ઉપર જ શા માટે ભરોસો રાખે છે ? તેઓ અદાલતમાં પોતાના આરોપોને સાબિત કરવા માટે અનેક સાક્ષીઓ રજૂ કરે છે ત્યારે 100થી 200 સરકારી સાક્ષીઓની જર શું છે ?
ગુજરાતના બોમ્બ બ્લાસ્ટમાં સરકાર પક્ષે 1500થી વધુ સરકારી સાક્ષીઓના નામ નોંધાવ્યા છે. આ બોમ્બ ધડાકામાં આરોપી પ્રતિબંધિત આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહીદ્દીન (આઈએમ)ના અનેક આતંકીઓની જામીન પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી છે. 10 વર્ષ પહેલાં અમદાવાદમાં માત્ર એક કલાકની અંદર 21 બોમ્બ ધડાકા થયા હતા. આ આતંકી હમલામાં 56 લોકોના જીવ ગયા હતા અને 220થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જસ્ટિસ એ.કે.સિકરી અને અશોક ભૂષણની ખંડપીઠે સુનાવણી દરમિયાન સરકાર પક્ષને કહ્યું હતું કે તમે હંમેશા સંખ્યામાં જ શા માટે વિશ્ર્વાસ કરો છો ? દરેક મામલામાં 100થી 200 સરકારી સાક્ષીઓ હતા. એક દૂઘૅટનાના મામલો સામે આવ્યો હતો જેમાં કોઈ પ્રત્યક્ષદર્શી નહોતો પરંતુ અંદાજે 200 સરકારી સાક્ષીઓના નામ નોંધવામાં આવ્યા હતાં. અમને આશ્ર્ચર્ય થાય છે કે આટલા સાક્ષીઓ બનાવવામાં શા માટે આવે છે ? ખંડપીઠને જણાવ્યું કે બોમ્બ ધડાકાના મામલામાં ગુજરાત પોલીસે પહેલાથી જ અંદાજે 930 સરકારી સાક્ષીઓ બનાવ્યા હતા. તેના આધાર પર જ નિવેદન નોંધ્યું હતું. જો કે અદાલતમાં હજુ અન્ય સાક્ષીઓના નિવેદન નોંધવાના બાકી છે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ કરી રહેલા વધારાના સોલિસીટર જનરલ તુષાર મહેતાને પૂછયું કે શું આટલા સાક્ષીઓની ખરેખર જર છે ? આ અંગે મહેતાએ કહ્યું કે પોલીસે પોતે જ 257 સરકારી સાક્ષીઓના નામ પાછા ખેંચી લીધા છે પરંતુ 175 મુખ્ય સરકારી સાક્ષીઓના નિવેદન કોર્ટમાં નોંધાવા અત્યંત જરી છે.

print

Comments

comments

VOTING POLL