કોઈ વડાપ્રધાનની હત્યાનું ષડયંત્ર રચે અને અમે ધરપકડ પણ ન કરીએંઃ અમિત શાહ

September 12, 2018 at 11:02 am


રાજસ્થાનમાં ચૂંટણીની તૈયારીઆે જોવા માટે પહાેંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભીમા-કોરેગાંવ હિંસા મામલે વામપંથી વિચારકોની ધરપકડ ઉપર પોતાની પ્રતિqક્રયા આપી હતી.
રાજસ્થાનમાં ચૂંટણીની તૈયારીઆે જોવા માટે પહાેંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભીમા-કોરેગાંવ હિંસા મામલે વામપંથી વિચારકોની ધરપકડ ઉપર પોતાની પ્રતિqક્રયા આપી હતી. વામપંથી વિચારકો વિરુÙ પોલીસના એક્સનનું સમર્થન કરતા અમિત શાહેર કહ્યું હતું કે, કોઇ વડાપ્રધાનને મારવાનું ષડયંત્ર બનાવે અને અમે તેની ધરપકડ પણ ન કરીએ એવું કેવી રીતે થઇ શકે છે.
જયપુર પહાેંચેલા અમિત શાહ શિક્ત કેન્દ્ર સમ્મેલનમાં બીજેપી કાર્યકતાર્આેને સંબોધિત કર્યા હતા. જ્યાં તેમણે કાેંગ્રેસ ઉપર નક્સલીઆેની સાંઠગાંઠનો આરોપ લગાવતા કહ્યું હતું કે, કોઇ વડાપ્રધાનને મારવાનું ષડયંત્ર રચે તો અમે કોઇ કાર્યવાહી કર્યા વગર કેવી રીતે રહી શકીએં કાેંગ્રેસ ઉપર નિશાન સાધતા શાહે કહ્યું હતું કે, શરુમાં તો તેમણે ધરપકડ કરાયેલા અર્બન નક્સલનું સમર્થન કર્યું પરંતુ પછી અમે તેમને પુરાવા આપવાનું શરુ કર્યું તો કાેંગ્રેસ ચુપ થઇ ગઇ છે.
અમિત શાહે કાર્યકતાર્આેને કહ્યું કે, આવનારી ચૂંટણીમાં પાર્ટીની જીત માટે સંપૂર્ણ લગનથી લાગી જાઆે. બીજેપી અધ્યક્ષે કહ્યું કે, ઉત્તર પ્રદેશના અખલાક મર્ડર વિવાદ અને એવોર્ડ પરત આપવાના અભિયાન છતાં પણ બીજેપીએ લોકસભામાં જીત મેળવી છે. આ વખતે પણ અમે જીત મેળવીશું. શિક્ત કેન્દ્ર સમ્મેલનમાં બીજેપી કાર્યકતાર્આેને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, 2019ની લોકસભા ચૂંટણી જીત આવનારા 50 વર્ષો સુધી યથાવત્ રહેશે. એટલા માટે કાર્યકતાર્આેને સખત મહેનત કરવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, આેક્ટોબર-નવેમ્બરમાં રાજસ્થાનની સાથે છત્તીસગઢ, મધ્યપ્રદશ અને મિઝોરમમાં ચૂંટણી થશે. બીજેપીએ રાજસ્થાનમાં અત્યારના મુખ્યમંત્રી વસુંધરા રાજે જ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, આેગસ્ટ 2015માં કન્નડ લેખક કલબુગ}ના ઘરમાં ઘુસીને હત્યા કરાઇ હતી. જેના વિરોધમાં લેખકો અને સાહિત્યકારોએ વધતી અસહિષ્ણુતાનો મુદ્દાે ઉઠાવીને એવોર્ડ વાપસી અભિયાન શરુ કર્યું હતું. આ સપ્ટેમ્બરમાં ઉત્તર પ્રદેશના દાદરીમાં મોબ લિંચિગનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં બિફ રાખવાના શંકાના આધારે ટોળાએ ઢોર માર મારીને અખલાક નામના વ્યિક્તની હત્યા કરી દીધી હતી. આ ઘટનાનો દેશભરમાં વિરોધ થયો હતો.

print

Comments

comments

VOTING POLL