કોઈ સરહદ ના ઇન્હેં રોકે: આ દેશની આવી અનોખી સ્ટોરી!

August 4, 2017 at 7:39 pm


શું તમે ક્યારેય વિચાર્યું છે તમે પાસપોર્ટ-વિઝા વગર એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકો? દુનિયામાં એક સ્થળ એવું છે જ્યાં લોકો જમે છે મ્યાનમારમાં અને ઉંઘવા માટે ભારત આવે છે. જી, હા નાગાલેન્ડના લોંગવા ગામનો અડધો હિસ્સો ભારતમાં છે અને અડધો હિસ્સો મ્યાનમારમાં છે.

નાગાલેન્ડની રાજધાની કોહિમાથી 389 કિમી દૂર નોર્થ ઈસ્ટ તરફ મોન જિલ્લામાં લોંગવા ગામ આવેલું છે. ભારતની ઈસ્ટન ઈન્ટરનેશનલ બોર્ડર પર આવેલા આ ગામની એક અનોખી જ વિશેષતા છે. અહીં રેહતી કોન્યાક જનજાતિના રાજાનું નામ અંગ નગોવાંગ છે. તેમના અંતર્ગત અંદાજે 75 જેટલા ગામ આવે છે. તેમાંથી અમુક ગામ મ્યાનમાર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં પણ આવે છે.

અહીં તેમના ઘરની વચ્ચેથી ભારત મ્યાનમારની બોર્ડર પસાર થાય છે. આ સંજોગોમાં તેમનો પરિવાર જમે છે મ્યાનમારમાં અને ઉંઘવા માટે ભારતીય સીમાનો ઉપયોગ કરે છે. લોંગવા ગામના રાજાનો પરિવાર પણ ઘણો મોટો છે. તેમાં તેમની 60 પત્નીઓ રહે છે, જ્યારે રાજાનો દીકરો મ્યાનમાર આર્મીમાં છે.

print

Comments

comments

VOTING POLL