કોચ રમાકાંત આચરેકરને ટીમ ઈન્ડિયાના ખેલાડીઆેએ કાળી પટ્ટી બાંધી શ્રદ્ધાંજલિ આપી

January 3, 2019 at 10:57 am


દ્રાેણાચાર્ય પુરસ્કાર વિજેતા ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે ગઈકાલે નિધન થયું હતું. આચરેકર સચિન તેંડુલકર, વિનોદ કાંબલી અને પ્રવીણ આમરે જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઆેના કોચ રહી ચૂક્યા હતા. આચરેકરના નિધન પર અનેક ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો હતો. સિડનીમાં આેસ્ટ્રેલિયા વિરુÙ શ્રેણીનો ચોથો ટેસ્ટ મેચ રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે પણ આચરેકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારતીય ટીમના દરેક ખેલાડી કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતર્યા હતાં. બીસીસીઆઈએ ટવીટ કરીને આ વાતની સ્પષ્ટતા કરી હતી કે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ આચરેકરના સન્માનમાં આ રીતે ઉતરી છે. બોર્ડે ટવીટ કર્યું કે રમાકાંત આચરેકરના નિધન પર પોતાનું સન્માન વ્યક્ત કરતા ભારતીય ટીમના ખેલાડીઆે આજે કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતરશે.

સચિને પોતાના ગુરુને યાદ કરતાં કહ્યું હતું કે હવે આચરેકરસરના સ્વર્ગમાં જવાથી ત્યાં પણ ક્રિકેટ ચમકશે. મારા જીવનમાં તેમનું જે યોગદાન રહ્યું છે તે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. આજે હું જ્યાં ઉભો છું તેના પાયા તેમણે જ તૈયાર કર્યા હતા.

આેસ્ટ્રેલિયન ખેલાડી પણ મેદાન ઉપર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા હતા. આેસ્ટ્રેલિયા અને ન્યુ સાઉથ વેલ્થના બેટસમેન બિલ વોટસનના નિધન પર શોક વ્યક્ત કરતાં આ રીતે ઉતર્યા હતાં. આેસ્ટ્રેલિયા તરફથી ચાર ટેસ્ટ મેચ રમનારા વોટસનનું 29 ડિસેમ્બરે નિધન થયું હતું. તેમણે 4 મેચમાં 106 રન બનાવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL