કોટડાસાંગાણીના માણેકવાડાના દારૂ કેસમાં વોન્ટેડ નામચીન બૂટલેગર પકડાયો

July 17, 2017 at 3:33 pm


ગોંડલ તેમજ કોટડાસાંગાણીના માણેકવાડાના વિદેશી દારૂ પ્રકરણમાં છેલ્લા ચારેક માસથી ફરાર રહેલા નામચીન બુટલેગરને પોલીસે ઝડપી પાડયો હતો. કોટડાસાંગાણી પોલીસ મથકના પીએસઆઈ જે.આર.રાણા તથા સ્ટાફના પ્રભાતભાઈ બાલસરા, ક્રિપાલસિંહ રાણા, પ્રદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન ચોકકસ બાતમીના આધારે ગોંડલ રોડ પરથી નામચીન બુટલેગર લકકીરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને ઝડપી લીધો હતો. માણેકવાડાનો આ વતની તાજેતરમાં વિદેશી દારૂના પ્રકરણમાં સંડોવાયો હતો. આ ઉપરાંત ગોંડલ શહેરના વિદેશી દારૂના પ્રકરણમાં પણ છેલ્લા ચાર માસથી ફરાર હતો. ગીરફતાર થયા બાદ પોલીસે લકકીરાજસિંહ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી અંગે વધુ વિગતો મેળવવા આગવીઢબે પુછપરછનો દોર શરૂ કર્યેા છે.

print

Comments

comments

VOTING POLL