કોટડાસાંગાણી પાસેથી ચોરાઉ બાઈક સાથે નામચીન શખસ ઝબ્બે

October 7, 2017 at 1:32 pm


રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પાસેથી નાઈટ કોમ્બીંગ દરમિયાન પોલીસે ચોરાઉ બાઈક સાથે નામચીન શખસને ઝડપી આકરી પુછપરછ કરતા તેને રાજકોટમાં કાલાવડ રોડ, ગોકુલ પાર્ક, ગજેરા પાર્ક સહીત ચાર હોન્ડા ઉઠાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી ચાર ચોરાઉ બાઈક પકડી વાહનચોરીનો ભેદ ઉકેલવા રીમાન્ડની માંગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોટડાસાંગાણી પોલીસ મથકના પીએસઆઈ જે.આર.રાણા તેમજ તેના સ્ટાફના પ્રભાતભાઈ, અશોકભાઈ, ક્રિપાલસિંહ સહિતના સ્ટાફે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ બાઈક સાથે નીકળેલા શખસને અટકાવી પુછપરછ કરતા તે કોટડાસાંગાણીમાં રહેતો વિક્રમ ઉર્ફે રાજુ મંછા વાજેલીયા નામનો દેવપુજક શખસ હોવાનું જણાવતા પોલીસે તેની અટકાયત કરી આકરી પુછપરછ કરી હતી.
પોલીસની પુછપરછમાં તેને આ બાઈક કોટડાસાંગાણીમાંથી જ ઉઠાવ્યું હોવાનું તે ઉપરાંત રાજકોટના માલવીયાનગર, ગોકુલ પાર્ક, ગજેરા પાર્કમાંથી વધુ ત્રણ બાઈક ઉઠાવ્યાનું કબુલાત આપતા પોલીસે નામચીન શખસ પાસેથી ચાર ચોરાઉ બાઇકો કબજે કરી વધુ વાહનચોરીના ભેદ ઉકેલવા આકરી પુછપરછ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL