કોટડા સાંગાણીમાં ઘેર ઘેર ચીકનગુનિયાના ખાટલા: ત્રણ દિવસમાં 800 કેસ નોંધાયા

October 7, 2017 at 1:28 pm


કો.સા. સરકારી દવાખાનામાં છેલ્લા ત્રણ દિવસમાં 800 કેસ ચીકન ગુનીયાના નોંધાયા છે તેમજ ગોંડલ દવાખાનામાં પણ માણસોનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે આ માટે રાજકોટથી ડોકટરની ટીમ મોકલવા તથા કો.સા. ગ્રામ પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી કો.સા.ની જનતાએ અપીલ કરી છે. તેમજ કો.સા.ના દવાખાના જે આજુબાજુના 4ર ગામો માટે જીવાદોરી સમાન છે. તેમ પટ્ટાવાળા અને સ્ટાફનો પણ અભાવ છે ત્યારે તાત્કાલીક આ જગ્યા ભરી દર્દીઓને તાત્કાલીક સમયસર યોગ્ય સારવાર મળે તેવી કો.સા.ના પત્રકાર બસીરભઇ બાંગાએ અપીલ કરી છે.

print

Comments

comments

VOTING POLL