કોટેચા ચોકમાં મુકાશે ફ્લેમિંગોઃ પ્રધુમ્નપાર્ક ઝૂમાં સાપના મુખમાંથી થશે પ્રવેશ

June 13, 2018 at 3:34 pm


રાજકોટ મહાપાલિકાના પ્રÛુમન પાર્ક ઝૂમાં રૂા.23,81,900ના ખર્ચે અવનવા આકર્ષણો ઉમેરવાનું આજે મળેલી સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હોવાનું ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, સાપઘરમાં કુદરતી આકર્ષક પ્રવેશદ્વાર તથા ટિકિટબારી પાસે આવેલ સર્કલ ડેવલપ કરવાનું કામ ક્રાેમોસોમ ડિઝાઈન એજન્સીને રૂા.23,81,900માં અપાયું છે. સાપઘર માટે સહેલાણીઆેનું આકર્ષણ વધારવા 16 ફૂટ પહોળાઈ તથા 12 ફૂટ ઉંચાઈનો એન્ટ્રી ગેઈટ બનાવવામાં આવશે. આ ઉપરાંત ટિકિટ બારી પાસે સિંહ, સારસ, અજગર, મગર જેવા કૃત્રિમ વન્ય પ્રાણીઆેના આર્ટીફિશ્યલ સ્ટોન તથા વુડન ટેક્સચર વિગેરે મુકવામાં આવશે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જ્યારે આ જ એજન્સી પાસે કોટેચા ચોક સર્કલ ડેવલપમેન્ટ કરાવવામાં આવશે અને મીગ વિમાન પાસે આવેલ ટ્રાફિક આઈલેન્ડમાં શહેરના લોકોને ઝૂની અનુભૂતિ થાય તે માટે આકર્ષક કૃત્રિમ ફ્લેમિંગો મુકવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોટેચા ચોકને આકર્ષક બનાવવા માટે અગાઉ સર્કલમાં મીગ વિમાન મુકવામાં આવ્યું હતું. હવે સર્કલની બાજુમાં આવેલા અન્ય પોઈન્ટ પર કૃત્રિમ ફલેમિંગો મુકવામાં આવશે જે વન્ય જીવનની ઝાંખી કરાવશે. લોકોને પ્રÛુમન પાર્ક ઝૂમાં જવાનું આકર્ષણ થાય તેવા હેતુથી ગૌરવપથ પર આ ફ્લેમિંગો મુકવામાં આવનાર હોવાનું અધિકારી વતુર્ળોએ જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL