કોઠારીયા ગામે જમીન વેચાણે આપ્યા બાદ બે શખસોએ છેતરપિંડી કર્યાનો આક્ષેપ

August 10, 2018 at 3:58 pm


શહેરની ભાગોળે આવેલ કોઠારીયા ગામે ખરાબાની પડતર જમીનને લેવલ કરાવી વેચાણે આપવા બે શખસોએ છેતરપીડી કર્યાનો આક્ષેપ કર્યાની રજુઆત પોલીસ કમિશનરને કરવામાં આવી છે. આ અંગેની વિગત મુજબ આંબેડકરનગરમાં એસટી વર્કશોપ પાછળ ગાેંડલ રોડ પર રહેતા કરશનભાઈ વાલાભાઈ મુછડીયા, સવજીભાઈ સોમાભાઈ વધેરા, નાથાભાઈ સાજણભાઈ મુછડીયા નામના ચાર સભ્યોએ લેખીતમાં શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે, અગાઉ કોઠારીયા ગામે રહેતા સુમન પટેલ, દેવાયત આહીર નામના બે શખસોએ કોઠારીયા ગામે આવેલ 31 ગુઠા જમીનમાં પ્લોટ પાડી સુચિત સોસાયટી બનાવવા બાબતે જમીન વેચાણ આપ્યાનું વચન આપી ઉપરોકત વ્યકિતઆેએ જમીનમાં ભરતી કરી લેવલીગ કરી સમત પટેલ તથા દેવાયત આહીરે જમીન આપવાનો ઈન્કાર કરી વિશ્વાસઘાત અને છેતરપીડી કર્યાની ફરિયાદ કરી છે. જયારે સામા પક્ષે કોઠારીયા ગામે રહેતા જમીન માલીક સમન પટેલે આવી જમીન કોઈને વેચાણ કે લેવલીગ કરવા કે સુચીત સોસાયટી બનાવવા આપી હોવાનો ઈન્કાર કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL