કોઠારીયા રોડ પર બાળકોને ગુટકાનું વેચાણ કરનાર દુકાનદારની ધરપકડ
December 7, 2018 at 3:30 pm
શહેરમાં સગીરવયના બાળકોને ગુટકા-તમાકુનું વેચાણ ન કરવાના પોલીસ કમિશનરના જાહેરનામા બાદ પોલીસે બાળકોને ગુટકા-તમાકુ વેચતા દુકાનદારો સામે લાલ આંખ કરી અભિયાન શરૂ કર્યું છે ત્યારે આજી ડેમ પોલીસે કોઠારીયા રોડ પરના કનૈયા ચોકમાં ડીલક્ષ નામની પાનની દુકાનદાર બાળકોને ગુટકા-તમાકુ વેચતા રંગેહાથ ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આજીડેમ પોલીસ મથકના પીઆઈ વાઘેલાની સુચનાથી પીએસઆઈ સિસોદીયા, મહીપાલસિંહ, કનકસિંહ સહિતના સ્ટાફે પેટ્રાેલીગ દરમિયાન રણુજા મંદિર નજીક આવેલ ડિલક્ષ પાનની દુકાન ચલાવતા કિશોર હંસરાજ પટેલને બાળકોને તમાકુ, ગુટકા વેચતા રંગેહાથ ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.