કોડીનારના હરમડિયા ગામે ભાજપ પ્રેરીત નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું સન્માન

January 10, 2017 at 11:24 am


કોડીનાર તાલુકાના હરમડિયા ગામે પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકીના ફાર્મહાઉસે કોડીનાર અને ગીરગઢડા તાલુકાના નવા ચુંટાયેલા ભાજપ પ્રેરીત 39 સરપંચોનું સન્માન કરાયું હતું. કોડીનારના 26 અને ગીરગઢડાના 13 સરપંચોના સન્માન સમારોહમાં ગીર સોમનાથ ભાજપ જિલ્લા પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારે સંબોધન કરતા સરકારની વિવિધ યોજાના અને ગ્રામ પંચાયતોલક્ષી યોજનાની સચોટ માહિતી લોકોને પુરી પાડી હતી. જ્યારે અશ્ર્વિનભાઈ અણદાણીએ સરપંચોને ગામને એક નવી દીશામાંલઈ જવાની માહિતી આપી હતી. જ્યારે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ ગ્રામ પંચાયતને ભાજપ સરકારે ગ્રામ સચિવાલયનો દરજ્જો આપ્યો હતોય માટે સરપંચોને મળતી ગ્રાન્ટનો પુરેપુરો ઉપયોગ કરી વિકાસલક્ષી કાર્યો કરવા અને નોટબંધીના કારણે રોકડ તંગીનો સામનો કરતા લોકોને કેશલેસ ટ્રાન્ઝેકશન બેન્કીંગ વ્યવહારની સમજણ અને માર્ગદર્શન આપી સરકારી લોકસેવા યોજાનાની વંચીત લોકોને સરકારી યોજના વિશેષ માહિતગાર કરી સરકારની યોજના લોકો સુધી પહોચાડવા હાકલ કરી હતી. કોડીનાર અને ગીરગઢડાના 39 સરપંચોના સન્માન સમારોહના કાર્ય(માં ગીર સોમનાથ, ઉપપ્રમુખ ડો.વઘાસીયા, ડો.સંજય પરમાર, મહામંત્રી માનસિંહભાઈ, હિંમતભાઈ પડસાળા, સહકારી સંસ્થાના તમામ પ્રતિનિધિઓ, ભાજપ્ના અગ્રણી આગેવાનો-કાર્યકરો અને તમામ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.

print

Comments

comments

VOTING POLL