કોડીનારમાં દીવાલ સાથે બાઇક અથડાતાં યુવાનનું ગંભીર ઇજાથી મોત

October 12, 2017 at 12:31 pm


કોડીનાર નજીક આવેલ અંબુજા સિમેન્ટ પાસે મોટરસાઈકલ અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતાં કોળી યુવાનનું મોત થયું હતું.

આ બનાવની વિગત એવી છે કે, માંગરોળ તાલુકાના ચંદવાણ ગામે રહેતા મોહનભાઈ ઉકાભાઈ દોકલ પોતાની વાડીએ હતા ત્યારે કોડીનાર તાલુકાના વડનગર ગામના સરપંચનો ફોન આવેલ કે વડનગર ગામથી અંબુજા કંપ્ની ગજ અંબુજા નીટસન યાર્ડ બાઉન્ડ્રી, વડનગર રોડ પાસે વળાંકમાં રોડ ઉપર હિરોપેશન નં.જી.જે.11-બી.જી.0256ના ચાલકે મોટરસાઈકલ દીવાલ સાથે અથડાવી દેતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને કોડીનાર દવાખાને લાવેલ છે જેના ખીસ્સા તપાસતા પાકિટમાંથી આઈકાર્ડ મળેલ જેમાં જોતાં આ યુવાન જેન્તીભાઈ માલદેવભાઈ દોકલ (રહે.ચંદવાણ, તા.માંગરોળ) લખેલ છે જેથી મોહનભાઈએ જણાવેલ કે આ જેન્તીભાઈ મારા કાકાનો દીકરો થાય છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેનેડી ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ભાટિયા ગમે રહે છે તેવું જણાવેલ. વડનગરના સરપંચે આ યુવાનને દવાખાને લાવેલ જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ. આ ઘટનાની જાણ થતાં ટાઉન જમાદાર કાળુભાઈ ગઢવી, રાઈટર મોહનભાઈ દવાખને જઈને જરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મૃતક યુવાન કોડીનાર કેમ આવ્યો હતો તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL