કોડીનાર પંથકમાં વીજશોકનાં બે બનાવો: એકનું મોત

July 25, 2018 at 11:25 am


કોડીનાર પંથકમાં પીજીવીસીએલના 11 કેયુનાં વાયરો શોક થવાની બે અલગ અલગ દુર્ઘટના બનવા પામી છે. જેમાં છારા ગામે એક વ્યક્તિનું મૃત્યુ નીપજયું છે. જયારે કોડીનારના શીંગવડા નદીના પુલ ઉપર પડેલા વાયરથી પીજીવીસીએલના કર્મચારી દીપકભાઈ ગોહિલની સમયસૂચકતાથી મોટી જાનહાની ટળી હતી.
વિગત એવી છે કે, પીપળી ગામના જેશીંગભાઈ કેશરભાઈ ગોહિલ ઉ.વ.50 છારા ગામે મજૂર મુકી ઝાંપે ઉભા હતા ત્યારે 11 કેયુના થાંભલામાં અચાનક શોક થતાં જેસીંગભાઈ ગોહિલનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જેને પીએમ માટે કોડીનાર સરકારી દવાખાને ખસેડાયા છે.
જયારે બીજી ઘટનામાં કોડીનારના શીંગવડા નદીના પુલના છેડે અચાનક 11 કેયુનો વાયર પડતા પુલ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે ત્યાથી પસાર થતા પીજીવીસીએલના કર્મચારી દીપકભાઈ ગોહિલે સમય સૂચકતા વાપરી ટ્રાફિક અટકાવી તાત્કાલિક લાઈન બંધ કરાવી સમાર કામ કર્યુ હતું. દરમિયાન એક કલાક માટે પુલ ઉપર વાહનોની કતાર લાગી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

print

Comments

comments

VOTING POLL