કોપી કેસમાં પકડાયેલા ધો.10ના 9 વિદ્યાર્થીઆે પર 2021 સુધી પ્રતિબંધ

May 16, 2018 at 1:10 pm


ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (જીએસએચએસઈબી) દ્વારા 9 વિદ્યાર્થીઆે પર 2021 સુધી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ 9 વિદ્યાર્થીઆેમાંથી સાત પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા હતા જ્યારે બે ડમી સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહ્યા હતા.

બોર્ડ અધિકારીઆેના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ 103 વિદ્યાર્થીઆેને ઈન્ટવ્ર્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. 103માંથી માત્ર 46 વિદ્યાર્થીઆે હાજર રહ્યા હતા અને દરેકને કોપી કેસમાં સજા ફટકારવામાં આવી છે. જે વિદ્યાર્થીઆે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે હવે 2021માં એસએસીની પરીક્ષા આપી શકશે. તેમનું રિઝલ્ટ પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, પરીક્ષામાં ડિજીટલ વોચ સાથે પકડાયેલા એક વિદ્યાર્થીએ સ્વીકાર્યું કે તેણે તે વોચની મદદથી કોપી કરી હતી. તે વિદ્યાર્થી પણ 2021 સુધી પરીક્ષા નહી આપી શકે.

મોબાઈલ સાથે પકડાયેલા અન્ય 3 વિદ્યાર્થી વિરુÙ સુપરવાઈઝરે કોપી કેસ ફાઈલ નહોતો કર્યો. બોર્ડે તે સુપરવાઈઝર પાસે પણ ખુલાસો માંગ્યો છે. એક કેસમાં સુપરવાઈઝરે સ્ટુડન્ટને મોબાઈલ પાછો આપી દીધો હતો. બોર્ડ તે સુપરવાઈઝરને બોલાવીને પણ આ બાબતે ખુલાસો માંગશે.

બાકીના 37 વિદ્યાર્થીઆેમાંથી 19 વિદ્યાર્થીઆેના પરિણામ રØ કરી દેવામાં આવ્યા છે અને તે માર્ચ, 2019માં ફરીથી પરીક્ષા આપી શકશે. જ્યારે 26 વિદ્યાર્થીઆેને એક વિષયમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઆે આ જ વર્ષે જુલાઈમાં રી-ટેસ્ટ આપી શકશે.

print

Comments

comments

VOTING POLL