કોફી વિથ કરણ’માં ખુલશે હાર્દિક અને રાહુલની બદમાશ કંપનીના અનેક રાઝ

January 8, 2019 at 2:02 pm


કરણ જોહરના જાણીતા શો કોફી વિથ કરણના આગામી એપિસોડમાં હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલ જેવા ક્રિકેટરો ફટકાબાજી કરતા જોવા મળશે. દર્શકોએ અત્યાર સુધી બોલીવૂડના સેલિબ્રિટીઓને જ જોયા છે. કોફી વિથ કરણ-6ના આવનારા એપિસોડમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલ બંનેની જોડી જોવા મળશે. આ એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ શોનો એક પ્રોમો રીલિઝ કરવામાં આવ્યો છે.



શોના પ્રોમોમાં હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ કરણ જોહર સાથે ખૂબ મોજ-મસ્તી કરી રહ્યા છે. પ્રોમો જોયા બાદ એવું લાગી રહ્યું છે કે ક્રિકેટર્સ શોમાં મોટામોટા શોટ્સ મારવાના છે. પ્રોમોમાં જ્યારે કરણે આ બંને ખેલાડીઓને પૂછ્યું કે, ચીયરલીડર્સને જોઈને કોનું ધ્યાન ભટકે છે? ત્યારે રાહુલે કહ્યું કે, હાર્દિકનું ધ્યાન ક્યારેય ભટકતું નથી. કારણકે તે એ તમામ ચિયરલીડર્સ સાથે ડેટ કરી ચૂક્યો છે.

કોફી વિથ કરણના આ ખાસ એપિસોડમાં જ્યારે કરણે પૂછ્યું કે, તમે ક્યારેય કોઈ છોકરીને ફ્લર્ટ મેસેજ ફોરવર્ડ કર્યો છે? ત્યારે હાર્દિક પંડ્યાએ આંગળીથી પોતાના તરફ ઈશારો કર્યો. આ એપિસોડમાં આ પ્રકારના અનેક સવાલ પર હાર્દિક અને રાહુલના પ્રતિસાદ જોવા જેવા છે. ત્યારે લાગે છે કે હવે કરણ સાથે કોફી પીવામાં ક્રિકેટરો પણ માહિર બન્યા છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *