કોમેડિયન કિંગ કપિલ શર્મા અને ગિન્નીનું મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન, બોલિવુડ-ટેલિવુડના તમામ સેલેબ્સે આપી હાજરી

December 26, 2018 at 8:57 pm


કોમેડિયન કિંગ કપિલ શર્માના લગ્ન બાદ હાલમાં જ તેનું મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. જેમાં ટેલિવુડથી લઈ બોલીવુડ સુધીના તમામ સેલેબ્સે હાજરી આપી હતી. આ શાનદાર રિસેપ્શન પાર્ટી જે.ડબ્બલ્યુ મેરિઓટ હોટેલમાં કરવામાં આવી હતી. આ રિસેપ્શનમાં એન્ટ્રેસને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં જાણીતા મ્યુઝિક કમ્પોઝરોને બોલાવાયા હતા. આ ઉપરાંત આ કોમેડી કલાકારને બિરદાવવા રિસેપ્શનમાં બોલિવૂડ એક્ટર મનોજ વાજપેઈ, સિંગર કૈલાશ ખેર, બર્થડે બૉય અનિલ કપૂર અને સાયના નેહવાલ પણ સામેલ થયા હતા.આ રિસેપ્શનમાં સોહેલ ખાન પિતા સલીમ ખાન સાથે, રાહુલ મહાજન પોતાની પત્ની નતાલ્યા ઈલિના સાથે, કપિલની મિત્ર રિચા શર્મા, શેખર રવજાની, કરન જોહર-કાર્તિક આર્યન પણ પહોંચ્યા હતા. કપિલનો એક સમયનો દુશ્મન અને હવે મિત્ર એવો કૃષ્ણા અભિષેક પરિવાર સાથે, કપિલની ઓનસ્ક્રિન વાઈફ સુમોના ચક્રવર્તી, ટીવીની ચંદ્રમુખી ચૌટાલા, અર્ચના પુરન સિંહ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.

આ ઉપરાંત કપિલના રિસેપ્શનમાં જ્હોની લિવર દીકરી સાથે, બપ્પી લહેરી પત્ની સાથે, ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર તથા તુષાર કપૂર, ભારતી સિંહ-હર્ષ લિમ્બાચિયા, બોની કપૂર, વત્સલ સેઠ-ઈસિતા દત્તા, મંજરી ફડણીસ, રાજુ શ્રીવાસ્તવ અને કપિલના અન્ય કોમેડિયન મિત્રો તથા બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.

આ ઉપરાંત ફેમસ સિંગર રિચા શર્માએ પોતાના મધુર સ્વરથી સૌ કોઈને ડોલાવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL