કોમેડીયન કિંગ કપિલના શોમાં શું ગુત્થી કરશે કમબેક?

January 10, 2019 at 2:50 pm


એક સમયે કોમેડીયન કિંગ કપિલ શર્મા અને ગુત્થીની જોડી સૌ કોઈમાં ફેમસ હતી, પરંતુ અમુક મતભેદોને કારણે સુનિલ અને કપિલ એકબીજાથી અલગ થયા હતા ત્યારે ફરી એકવાર કપિલ શર્માના સૌથી ખાસ સાથી રહેલ સુનીલ ગ્રોવર સ્ટાર પ્લસ પર પોતાના નવા શો ‘કાનપૂર વાલે સુરાનાજ’થી ટીવી પર વાપસી કરી ચૂક્યા છે. વિતેલા વર્ષે માર્ચમાં ફ્લાઈટમાં થયેલ લડાઈ બાદથી કપિલ અને સુનીલના રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યારથી જ ફેન્સ બન્નેના સાથે આવવાની રાહ જોઈ રહ્યા હતા.સુનીલના શોનું કંપેરિઝન અત્યારથી કપિલ સાથે થવા લાગ્યું. કપિલ શર્માનાં શોને ચાહકો તરફથી વાહવાહ મળી રહી છે, ત્યારે કપિલના શોમાં સુનિલ પરત આવશે કે કેમ તે અંગે સિદ્ધુએ એક ઈન્ટરવ્યુમાં જવાબ આપતા કહ્યું કે, જયારે સુનિલને એમ થશે કે કપિલ ખુલ્લા દિલે તેનું સ્વાગત કરે છે ત્યારે જરૂરથી તે શોમાં વાપસી કરશે, કપિલ અને સુનિલ બંને સિદ્ધુના દિલની તદન નજીક છે ત્યારે આ બંનેને ફરી એક પરદે જોવા સિદ્ધુ આતુર છે તેવી વાત તેમને જણાવી હતી.

print

Comments

comments

VOTING POLL