કોરિયા સાથે વાતચીત કરવા અમેરિકાની કાકલૂદી: કિમ જોંગનો ઈનકાર

October 2, 2017 at 11:08 am


અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચિંતાજનક ટસલથી વિશ્ર્વ આખું અત્યારે ગભરાયેલું છે અને અમેરિકા પણ અંદરખાને સંઘર્ષ ટાળવા માગે છે અને ઉત્તર કોરિયા સાથે વાતચીત કરવા અમેરિકાની તૈયારી છે પરંતુ કોરિયાના સુપ્રીમો કિમજોંગ લડાયક મુડમાં છે અને અમેરિકાની કાકલૂદી તેણે ઠુકરાવી દીધી છે.
ઉત્તર કોરિયાના અણુબોમ્બ અને મિસાઈલ પરિક્ષણોથી અમેરિકાએ નારાજગી દશર્વિી અને હવે તે કિમ જોંગ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. અમેરિકી અધિકારીઓ કોરિયાના સીધા સંપર્કમાં રોજ રહે છે છતાં કિમ જોંગ મગનું નામ મરી પાડતાં નથી અને અમેરિકાની વાતચીતની પેશકશને લટકતી રાખી છે અને અત્યારે તેઓ કોઈ વાતચીત કરવા માગતાં જ નથી.
બહ ઓછું એવું બને છે કે કોઈ દેશ સાથે અમેરિકા લડાઈ કરવાને બદલે વાતચીત કરવા તૈયાર હોય. સામાન્ય રીતે અમેરિકા પોતાના સાથી દેશો સાથે ગમે તે દેશ પર હમલો કરવા માટે કુખ્યાત છે પરંતુ કોરિયા સાથે આવું અડપલું કરવાથી તે ડરે છે અને વાતચીત કરવા કરગરે છે.

print

Comments

comments

VOTING POLL