કોર્ટ પરિસરમાં જ આઈએએસ દંપિત્ત સાથે મારામારી

January 12, 2019 at 10:38 am


દેશની રાજધાની સ્થિતિ સાકેત કોર્ટ પરિસરમાં એક આઈએએસ દંપતિ સાથે દૂવ્ર્યવહાર અને મારામારીની ઘટના સામે આવી છે. મહિલા આઈએએસ અધિકારીએ હુમલાખોર વકીલો ઉપર છેડતીનો આરોપ પણ લગાવ્યો છે. બન્ને પક્ષોએ પોલીસ ફરિયાદ નાેંધાવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
મિઝોરમમાં તૈનાત 2014 બેચની મહિલા અધિકારી સંપિત્ત વિવાદ સાથે જોડાયેલા એક કેસમાં દસ્તાવેજની ખરાઈ કરાવવા અદાલત પહાેંચ્યા હતા. સુનાવણી બાદ જ્યારે તે પતિ સાથે પરત જઈ રહી હતી ત્યારે આ કેસ સાથે જોડાયેલા વકીલ અને તેના સહયોગીઆેએ મહિલા અધિકારીને રોકી લીધા અને માથાકૂટ કરવા લાગ્યા હતાં. વકીલોએ મહિલા અધિકારી સાથે છેડછાડ પણ કરી હતી. તેના પતિએ વિરોધ કર્યો તો વકીલોએ તેની સાથે પણ મારામારી શરૂ કરી દીધી હતી. આ પછી મહિલા અધિકારી સારવાર માટે સફદરગંજ હોસ્પિટલે પહાેંચી હતી.
મહિલા અધિકારી અને તેના પતિ મિઝોરમમાં તૈનાત છે. મહિલા અધિકારીનું પોસ્ટીગ દિલ્હીમાં પણ એક સમયે થયું હતું. આ દરમિયાન સંપિત્ત વિવાદ સામે આવ્યો હતો જેની સુનાવણી માટે તે દિલ્હીની સાકેત કોર્ટ પહાેંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે જેમાં મહિલા અધિકારી પોતાના પતિ સાથે કોર્ટ પરિસરમાં આવી રહેલી દેખાઈ રહી છે. તેને અમુક વકીલ રોકે છે અને પછી બન્ને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો.

print

Comments

comments

VOTING POLL