કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવા FCCI અને CIIની માગણી

December 7, 2017 at 11:28 am


ઉદ્યોગ સંગઠનોએ પ્રિ-બજેટ મિટિંગમાં નાણાપ્રધાન અણ જેટલીને કોર્પોરેટ ટેકસના દર ઘટાડવા અને નવા રોકાણ માટે પ્રોત્સાહન આપવાની રજૂઆત કરી છે. તેમણે કોર્પોરેટ ટેકસનો દર હાલના 30 ટકાથી ઘટાડી 18-25 ટકા કરવાનું સૂચન કર્યું છે.
ફિકકીના પ્રેસિડેન્ટ પંકજ પટેલે જણાવ્‌યું હતું કે, નાણાપ્રધાને ઘણા સમય પહેલા 25 ટકાના કોર્પોરેટ ટેકસ રેટનું વચન આપ્યું હતું અને આ વખતના બજેટમાં તે વચન પાળશે એવી અમને આશા છે. સીઆઈઆઈ પ્રેસીડન્ટ શોભના કમિનેનીએ જણાવ્‌યું હતું કે, વિશ્ર્વભરમાં કોર્પોરેટ ટેકસ ઘટી રહ્યો છે. ભારતની ગણના સૌથી વધુ કોર્પોરેટ ટેકસ ધરાવતા દેશોમાં થાય છે. ખાનગી રોકાણ માટે માગ અને ક્ષમતા વધારવી જરી છે. જીએસટીએ પણ ટેકસના દરમાં વધારો કર્યો છે. સીઆઈઆઈએ નાણાપ્રધાનને કોર્પોરેટ ટેકસ માટેના રોડ મેપ્નું સુચન કર્યું હતું. જેમાં શકય એટલી ઝડપે કોર્પોરેટ ટેકસ ઘટાડી 18 ટકા કરવાની વાત સામેલ છે. ઉપરાંત ટેકસ, પ્રોત્સાહન, કરમુક્તિ તેમજ સરચાર્જ, સેસને સંપુર્ણ રદ કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. જુલાઈમાં જીએસટીના અમલ પછી આ પહેલું બજેટ હશે. વધુમાં 2019ની લોકસભા ચુંટણી પહેલાનું આ છેલ્લુ બજેટ હોવાનો અંદાજ છે. કારણ કે 2019માં વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવામાં આવશે.
પટેલે જણાવ્યું હતું કે, ફિકકીએ ઈનોવેશન એમએસએમઈ અને સ્ટાર્ટ અપ્સમાં રોકાણ દ્વારા રોજગારી સર્જન, નવા રોકાણ માટે ચોકકસ પ્રોત્સાહન માટે સરકારની સહાયની માગણી કરી હતી. આ ઉપરાંત ઉત્પાદન સુવિધા સાથેના તેમજ ટેકસ કે નિયમ વગરના નિકાસ ઝોનની રચના કરવાની માગણી કરી હતી. કાર્યકારી મુડીની અટવાઈ જવાની સમસ્યાથી પરેશાન નિકાસકારોએ નિકાસની આવક પર કરમુક્તિ, ફોરેકસ આવક પર નીચા દર અને જીએસટી રિફંડનું ઝડપી ક્લિયરન્સ કરવા જણાવ્યું હતું.
ઈઈપીસી ઈન્ડિયાના ભૂતપુર્વ ચેરમેન પીકે શાહે જણાવ્‌યું હતું કે, જીએસટીના અમલ અને રિફંડમાં વિલંબ ચિંતાનો વિષય છે. તમે તેમને ડ્રોબેક સાથે આઈજીએસટી રિફંડ પરત કરવા જણાવ્યું છે. અમેરિકામાં નિકાસની આવક પર ટેકસના દર અલગ છે. અમે પણ કોર્પોરેટના સામાન્ય દરની તુલનામાં નિકાસ પર નીચો ટેકસ રાખવા રજૂઆત કરી છે. શાહના જણાવ્‌યા અનુસાર જીએસટીના અમલ પછી નિકાસકારોના ઓછામાં ઓછા ા.60000-70000 કરોડના રિફંડ અટવાઈ ગયા છે. એસોચેમના પ્રેસીડેન્ટ સંદીપ જજોડિયાએ જણાવ્‌યું હતું કે, અમે વિકસીત અને ઔદ્યોગીક દેશોની જેમ કોર્પોરેટ ટેકસ ઘટાડી 25 ટકા કરવા જણાવ્‌યું છે. તેને લીધે રોકાણ આકર્ષવામાં તેમજ રોજગારી સર્જનમાં મદદ મળશે.

print

Comments

comments

VOTING POLL