કોર્પોરેશનમાં નવા ભળેલા પાંચ ગામો પર વેરાનો કોરડો વિંજાશે

February 17, 2017 at 1:46 pm


અગાઉ ઝીકેલા વધારામાંથી મિલ્કત અને પાણી વેરામાં 60% નો ઘટાડો કરવા સામાન્ય સભામાં થશે નિર્ણય

ભાવનગર મહાપાલિકામાં નવા ભળેલા રૂવા, તરસમીયા, અકવાડા, નારી અને સિદસર તેમજ વડવા ગામની કેટલીક મિલ્કતોનો પાછલી ઇફેકટથી કરવેરો વસુલવા મહાપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ લાવી મંજુરી અપાશે. આવતીકાલે મળનારી મહાપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા મુજબના છ ઠરાવો મંજુર થશે. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી પણ કેટલાક ઠરાવો રજુ થવાની શકયતા નકારી શકાતી નથી. પ્રશ્નોતરીકાળમાં વિપક્ષ આક્રમક રહેશે.
મહાનગરપાલિકાની ચાલુ માસની સામાન્ય સભા મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને મળશે. જેમાં મનપામાં તાજેતરમાં ભળેલા પાંચ નવા ગામો રૂવા તરસમીયા, અકવાડા, નારી અને સિદસરમાં વર્ષ 2016-17 થી લાગુ કરવાના થતા મિલ્કત વેરા સફાઇ કર તથા શિક્ષણ ઉપરકર બાબતે નિયત કરેલ પધ્ધતિમાં ફેરફાર કરી મંજુરી આપવા નિર્ણય થશે. નવા ભળેલા વિસ્તારમાં થતા કુલ 100% વેરાની કુલ 20% રકમના પ્રથમ વર્ષે બીલ આપવામાં આવશે. પાંચ વર્ષ સુધી પ્રતિવર્ષ 20-20 ટકાનો તેમાં વધારો કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત મિલ્કતવેરામાં કાર્પેટ એરીયા પધ્ધતિના દર રીવાઇઝ કરવા સામાન્ય કર તથા સફાઇ કરના ન્યુનતમ દર રીવાઇઝ કરવા સ્ટ્રીમ વેન્ડર સ્કીમ તળે રચાયેલ ટાઉન વેન્ડીગ કમિટિ રદ કરવા અને ટાઉન વેન્ડીગ કમિટીમાં બીન સરકારી સભ્ય તરીકે મનપાના એક નગરસેવકનુ નામ પસંદ કરવા તથા કર્મચારીને તબીબી આથ}ક સહાય સહિતના ઠરાવો જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL