કોર્પોરેશનમાં બજેટ તૈયાર કરવા માટે ધમધમાટ શરૂ

October 7, 2017 at 11:41 am


રાજયમાં આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૮-૧૯ માટેનુ નવુ વાર્ષિક બજેટ તૈયાર કરવાના ભાગરૂપે તમામ વિભાગોને તેમની બજેટ દરખાસ્તો ૨૫ ઓકટોબર સુધીમા મોકલી આપવા આદેશ કરવામા આવ્યો છે.આ સાથે જ આચાર સંહિતાનો અમલ શરૂ થાય એ અગાઉ તમામ વિકાસ કાર્યો ઝડપથી પુરા કરવા તાકીદ કરવામા આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,આગામી સમયમાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે આ માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અંતિમઓપ આપવામા આવી રહ્યો છે.ઘણુ કરીને ડીસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવામા આવે તેવી પ્રબળ સંભાવના જાવામા આવી રહી છે આ પરિસ્થિતિમાં રાજયમાં ચૂંટણીની જાહેરાત થાય અને આચાર સંહિતાનો અમલ શરૂ થાય એ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૧૮-૧૯ માટેનુ બજેટ તૈયાર કરવાની કવાયત જારશોરથી શરૂ કરી દેવામા આવી છે.

મ્યુનિસિપલ કમિશનરની સીધી સુચના મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સંબંધિત વિભાગો ઉપરાંત વી.એસ.હોસ્પિટલ,એમ.જે.લાયબ્રેરી, એ.એમ.ટી.એસ તેમજ સ્કૂલબોર્ડને પણ તેમના વાર્ષિક આવક-જાવક અંગેની તમામ વિગતોની સાથે વર્ષ-૨૦૧૮-૧૯ના વાર્ષિક બજેટમા મુકવાની થતી દરખાસ્તોની પણ સંપૂર્ણ વિગતો ૨૫ ઓકટોબર સુધીમા ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ (બજેટ)ને મળી જાય એ પ્રમાણે મોકલી આપવા ખાસ તાકીદ કરવામા આવી છે.આ ઉપરાંત રાજયમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભમા આચાર સંહિતા અમલી બને એ અગાઉ શહેરમાં ધારાસભ્યો કે સાંસદોના દ્વારા ફાળવવામા આવેલી ગ્રાન્ટમાંથી જે વિકાસ કાર્યો કરવાના બાકી હોય એ તમામ વિકાસકાર્યો આચાર સંહિતાના અમલ અગાઉ પુરા કરવા ખાસ તાકીદ કરવામા આવી છે.

print

Comments

comments

VOTING POLL