કોલેજિયનોને માત્ર રૂા.1000માં ટેબ્લેટ આપવાની યોજના ચાલુ વર્ષે પણ યથાવત

September 7, 2018 at 4:11 pm


ધો.10 અને 12ની પરીક્ષા માન્ય બોર્ડ દ્વારા પસાર કરનાર અને ગુજરાત રાજ્યમાં માન્ય યુનિવસિર્ટીઆેમાં સ્નાતક, ડિપ્લોમા, નર્સિંગ અને ડીએલડી કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઆેને માત્ર રૂા.1000ના ટોકનદરે અદ્યતન ટેકનોલોજી ધરાવતું ટેબ્લેટ ગયા વર્ષે આપવામાં આવ્યું હતું. આ યોજનાને મળેલા જબ્બર પ્રતિસાદને ધ્યાનમાં રાખી સરકારે ચાલુ વર્ષે પણ આ યોજના યથાવત રાખવાનો નિર્ણય કરેલ છે.

સંયુકત ટેકનીકલ શિક્ષણ નિયામક ડો.વી.એસ. પુરાણીએ કરેલી જાહેરાત મુજબ વર્ષ 2018-19 માટે પણ આ પ્રકારે ટેબ્લેટ આપવામાં આવશે. વિદ્યાર્થીઆેએ આ માટે સંલગ્ન યુનિવસિર્ટી, કોલેજ અને નોડેલ એજન્સીનો સંપર્ક સાધવાનો રહેશે.

print

Comments

comments

VOTING POLL