ક્રન્ચી રિપબ્લિક, યુક બોકસ, મિચીઝ રેસ્ટોરામાં મનપાના દરોડા

October 5, 2017 at 4:18 pm


તપાસનીશ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમીન માર્ગ પર આવેલા ક્રન્ચી રીપબ્લીક રેસ્ટોરન્ટમાંથી 58 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો. આ રેસ્ટોરન્ટમાં આરોગ્ય માટે હાનીકારક એવા એમએસજી (આજીનો મોટો) તથા કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાંધેલી ખાદ્ય સામગ્રી પર કયારે બનાવેલ છે તેની કોઈ વિગત ન હતી. કાપેલા ફ્રટ અને શાકભાજીનો 47 કિલો જેનો પણ નાશ કરાયો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટના બોર્ડ ઉપર વેજીટેરીયન કે નોનવેજીટેરીયન તે અંગેનો લોગો પણ દશર્વિાયો ન હતો. આ તમામ બાબતોને ધ્યાને લઈ તેને નોટીસ ફટકારી હતી. ડો. રાઠોડે ઉમેર્યું હતું કે, યુનિવર્સિટી રોડ પર ઈન્દીરા સર્કલ પાસે આવેલા મીચીઝ રેસ્ટોરન્ટ એન્ડ ફાસ્ટફુડમાં દરોડા કાર્યવાહી હાથ ધરતા ત્યાં આગળ રસોડામાં ચેકીંગ દરમિયાન સડેલા શાકભાજી અને ડુંગળી-ટમેટા, બાફેલા અને વાસી શાકભાજીનો સંગ્રહ, તૈયાર વાનગીઓનો ફ્રીઝમાં સંગ્રહ, એકસપાયરી ડેઈટ વિતાવી ચુકેલી ઠંડા પીણાની બોટલોનો સંગ્રહ, એમએસજીનો ઉપયોગ, રસોડામાં અત્યંત બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળી હતી. જેના અનુસંધાને રેસ્ટોરન્ટના પાર્ટનર સંજય સુર્યકાંત વ્યાસને નોટીસ ફટકારી હતી અને તમામ વાસી ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરી 48 કિલો જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કાલાવડ રોડ પર મહિલા કોલેજની સામે રેલવે ક્રોસીંગ પાસે હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં આવેલા હિતેષ સાતાની માલીકીના જયુક બોકસ રેસ્ટોરન્ટમાં દરોડા દરમિયાન રસોડામાંથી 11 કિલો વાસી કાપેલું ફ્રટ, 18 કિલો કાપેલા શાકભાજી, 1 કિલો આજીનો મોટો, 8 કિલો રાંધેલા ભાત, 9 કિલો ચટણી, 5 કિલો રોટલી, 37 કિલો ગ્રેવી, 23 કિલો બાફેલા નુડલ્સ અને પાસ્તા, 8 કિલો બાફેલા વાસી બટેટા, 7 કિલો બાફેલા વાસી કઠોળ, 21 કિલો વાસી સમોસા અને સ્પ્રીંગ રોલ, 4 કિલો રોસ્ટેડ અને ફ્રાય પાપડ સહિત કુલ 152 કિલો અખાદ્ય પદાર્થ જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો તેમજ નોટીસ ફટકારવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL