ક્રેડાઈ ગુજરાત પ્રમુખનો તાજ પરેશ ગજેરાના શિરે: શનિવારે શપથગ્રહણ સમારોહ

October 5, 2017 at 3:02 pm


બિલ્ડરોની રાજ્ય કક્ષાની અગ્રીમ હરોળની સંસ્થા ક્રેડાઈની શનિવારે રાજકોટ ખાતે એજીએમ યોજાશે. ક્રેડાઈ ભારતના પ્રમુખ જક્ષય શાહની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ડિસ્ટ્રીકટ રિપોર્ટર રાજકોટ કોન્ફેડેરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા ગુજરાતની વર્ષ 2016-17ની સામાન્ય સભા રાજકોટ ખાતે 7 ઓકટોબરના સાંજે 4 કલાકે હોટલ સીઝન, અવધ રોડ, ડ્રાઈવઈન સિનેમા સામે, કાલાવડ રોડ, ખાતે યોજાશે. સામાન્ય સભામાં રાજકોટ બિલ્ડર એસો. અને ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાની ગુજરાત બિલ્ડર્સ એસોના પ્રમુખ તરીકે વરણી થશે.
જેમાં વિશ્ર્વ વિખ્યાત આર્કિટેકટ ક્રિસ્ટોફર બેનીંગ હાજર રહેલ યુથકોનને સંબોધનશે. ક્રેડાઈ ભારતના પ્રમુખ જક્ષય શાહ પણ યુથકોનને સંબોધન કરશે. ગુજરાત ક્રેડાઈની ટીમની જાહેરાત અને સામાન્ય યાદગાર બનાવવા વિશ્ર્વ વિખ્યાત ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પોતાના સુરો રેલાવી મંત્રમુગ્ધ કરી દેશે.
ગુજરાત ક્રેડાઈ સાથે રાજ્યના 8000થી વધુ બિલ્ડર્સ અને 26 એસોસીએશન સભ્ય તરીકે સંકળાયેલા છે. ગુજરાત ક્રેડાઈના પ્રમુખ તરીકેની જવાબદારી રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા 7 ઓકટોબરે સંભાળી રહ્યા છે. અત્રે એ ઉલ્લેનીય છે કે રાજકોટ બિલ્ડર એસો.ને જીડીસીઆર, ટીપી, ડીપી, ઝોન વેટ, સર્વિસ ટેકસ જીએસટી તેમજ રેરારથી બિલ્ડરોને થતી મુશ્કેલી અંગે અનેક રજૂઆતો કરી પરિણામલક્ષી કામગીરી કરી છે. ત્યારે હવે ક્રેડાઈના પ્રમુખ તરીકે પરેશ ગજેરા કાર્યભા સંભાળ્યા બાદ બાંધકામ વ્‌યવ્સાયની લગતી સમસ્યા હાલ કરવાની તેમજ પ્રાથમિક રહેશે તે સ્વાભાવિક છે.

print

Comments

comments

VOTING POLL