ક.પરાના આગરીયાવાડમાં રહેતી પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

February 10, 2018 at 3:10 pm


મૃતક નગરસેવિકા ગવુબેન કાનજીભાઇ ગોહેલની પુત્રી ઃ વહેલી સવારે પરણિતાએ કોઇ અકળ કારણોસર જીવનલીલા સંકેલી
શહેરના ક.પરા વિસ્તારના આગરીયાવાડમાં રહેતી પરણિતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.
ઘટનાની પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો મુજબ કરચલીયા પરા, પ્રેસરોડ વિસ્તારના આગરીયાવાડમાં રહેતી કાજલબેન ભાવેશભાઇ ડાભી (ઉ.વ.25)ની એ આજે વહેલી સવારે કોઇ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. પરણિતાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા સ્થાનિક વિસ્તારમાં અરેરાટી સાથે શોકની લાગણી છવાઇ હતી.ઘટનાના પગલે દોડી ગયેલી સી.ડીવીઝન પોલીસે મૃતક કાજલબેનના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ અથ£ હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નાેંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક કાજલબેન ભાવનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર ગવુબેન કાનજીભાઇ ગોહેલની પુત્રી થાય છે

print

Comments

comments

VOTING POLL